નવી દિલ્હી : પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શહિદ અફ્રીદી હાલમાં ભારતીય ખેલાડીને લઈ એક વિવાદિત નિવેદન સામે આવ્યું છે. ત્યારબાદ સૌ લોકો તેમની અલૌચના કરી હતી. શહિદ અફ્રીદીએ ફરી એક વખત ભારતીય ખેલાડીઓને નિશાને બનાવ્યા છે. આપને જણાવી દઈએ કે, અફ્રિદી આ વખતે સચિન તેડુંલકરને લઈ વિવાદીત નિવેદન આપ્યું છે.
શહિદ અફ્રીદીએ કહ્યું કે, એ વાત સ્પષ્ટ છે કે, ખુદ તેડુંલકર ક્યારે એ વાત નહિ સ્વીકારે કે, તેમને અખ્તરના બોલનો સામનો કરવાથી ડર લાગતો હતો. શહિદ અફ્રીદી દાવો કર્યો છે કે, ફીલ્ડિંગ દરમિયાન તેમણે જોયું કે, તેડુંલકર અખ્તરના બોલનો સામનો કરતા ડરી રહ્યા હતા. એક ઈન્ટરવ્યુમાં અફ્રીદીએ કહ્યું કે, તેડુલકર પોતે નહિ કહે કે, તેઓ ડરી રહ્યા છે.
તેમણે કહ્યું કે, જ્યારે તમે મિડ-ઑફ કે કવર્સમાં ફીલ્ડિંગ કરો છે. તે તમે બેટ્સેમની બોડી લેગ્વેજ સારી રીતે સમજી શકો છે. તમને સમજાય જાય કે, બેટ્સેમન દબાવમાં છે. હું એ નથી કહી રહ્યો કે, શોએબે હંમેશા તેડુંલકરને ડરાવ્યો છે.
શહિદ અફ્રીદીએ કહ્યું કે, તેડુંલકર અખ્તરથી ડરી રહ્યો હતો. હું જ્યારે સક્વાયર લેગ પર ફીલિડંગ કરી રહ્યો હતો અને મે જોયું કે જ્યારે શોએબ બોલિંગ કરી રહ્યો હતો. ત્યારે તેડુલકરના પગ કાંપી રહ્યા હતા. તેમણે કહ્યું કે, વર્લ્ડકપ દરમિયાન યુવા સ્પિનર સયદ અજમલના વિરુદ્ધ પણ સચિન ડરી રહ્યો હતો. આ કોઈ મોટી વાત નથી ખેલાડીઓ દબાવમાં હોય છે.