Intro:Body:
રાંચીઃ રોહિતએ દક્ષિણ આફ્રિકા વિરૂધ્ધ ચાલી રહેલા ત્રીજા ટેસ્ટ મેચના બીજા દિવસે 255 બોલ પર 212 રન ફટકારી બેવડી સદી મારી હતી. આ રનમાં 28 ચોકા અને ચાર છક્કાનો સમાવેશ થાય છે. રોહિત શર્માએ 249 બોલ રમી પોતાનું પહેલી બેવડી સદી ફટકારી હતી.
ટેસ્ટમાં પોતાની પહેલી બેવડી સદી લગાવનાર રોહિત શર્માએ પોતાના હોમ ગ્રાઉડમાં 10થી વધારે પાળીમાં 99.84ની રનરેટથી રન કર્યા છે, જે હવે ટેસ્ટની નવી રનરેટ થઇ ચુકી છે. જ્યારે બ્રેડમેનની હોમગ્રાઉડમાં ટેસ્ટ મેચમાં 98.22ની રનરેટ હતી જેને રોહિતે પાછળ છોડી દીધી છે.
રોહિતના હોમ ગ્રાઉંડ ક્રિકેટ પારીમાં 1298 રન બનાવ્યા છે જેમાં 6 સદી અને 5 ફીફટીનો સમાવેશ થાય છે.
રોહિત ટેસ્ટ અને વનડે ક્રિકેટમાં બેવડી સદી લગાવનાર દૂનીયાના ચોથા બેટ્સમેન બની ગયા છે. રોહિત પહેલા સચિન તેંદુલકર, વિરેન્દ્ર સહવાગ અને ક્રિસ ગેલ પણ સિધ્ધીઓ મેળવી ચુક્યા છે.