ઇરફાન જ્યારે 19 વર્ષના હતા, ત્યારે તેઓ 2003માં ઑસ્ટ્રેલિયા વિરૂદ્ધ ભારત માટે પ્રથમ મૅચ રમ્યા હતા. તેમણે પોતાનો અંતિમ મૅચ 2012માં શ્રીલંકા વિરૂદ્ધ વર્લ્ડ T-20 રમ્યો હતો. ઈરફાન અત્યારે 35 વર્ષના છે.
તેમણે કહ્યું કે, લોકો 27-28 વર્ષની ઉંમરમાં પોતાના કરિયરની શરૂઆત કરે છે અને મારૂં કરિયર ત્યારે પૂર્ણ થયું, જ્યારે હું 27 વર્ષનો હતો. ત્યારે મેં 301 આંતરરાષ્ટ્રીય વિકેટ ઝડપી હતી. પરંતુ મારૂં કરિયર ત્યારે જ પૂર્ણ થયું તેનું મને દુ:ખ છે.
તેમણે કહ્યું, હું ઈચ્છતો હતો કે હું વધારે મૅચ રમી મારી વિકેટની સંખ્યા 500-600 સુધી પહોંચાડું અને રન બનાવું પરંતુ એવું ન થઇ શક્યું.
ઈરફાને કહ્યું કે, 27 વર્ષીય ઈરફાન પઠાણને પોતાના કરિયરની ચરમ સીમાએ વધારે તક ન મળી. જે પણ કારણ રહ્યું હોઈ. કોઈ ફરિયાદ નથી પરંતુ જ્યારે પાછો વળીને જોંવ છું, તો અફસોસ થાય છે. પઠાણે કહ્યું કે, 2016માં પ્રથમ વખત એમને લાગ્યું કે, હવે તે ફરી ક્યારેય ભારત માટે નહીં રમી શકે. તેમણે કહ્યું કે. હું 2016 પછી સમજી ગયો હતો કે, હવે મને તક નહીં મળે.
વડોદરામાં જન્મ લેનારા આ ક્રિકેટરને પર્થમાં 2008માં જોરદાર પ્રદર્શન માટે મેન ઓફ ધ મૅચનો સરતાજ મળ્યો, પરંતુ ત્યારબાદ તે 2 ટેસ્ટ રમી શક્યા. તેમણે કહ્યું કે, લોકો પર્થ ટેસ્ટની વાત કરે છે. જો આંકડા પર નજર કરવામાં આવે તો મને પર્થ ટેસ્ટ બાદ 1 ટેસ્ટમાં(હકીકતમાં 2) રમવાની તક મળી છે. હું તે મૅચમાં મેન ઓફ ધ મૅચ હતો, પરંતુ ત્યારબાદ મને તક ન મળી.