ભારતીય ટીમ આ સમયે પોતાના શાનદાર ફોર્મમાં છે. ભારતીય ટીમે વેસ્ટેઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકાનો વ્હાઈટ વોશ કર્યો હતો. વેન્ડિઝને ભારતે 2-0થી હરાવ્યું હતું. જ્યારે દક્ષિણ આફ્રિકાને 3-0થી હરાવ્યું હતું. ભારતીય ટીમનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. ભારતીય ટીમની ફિલ્ડિંગ શાનદાર રહી હતી.
શ્રીધરે કહ્યું કે, મેદાનમાં જાડેજાની હાજરીમાં ભારતીયોનું મનોબળ મજબૂત હોય છે. જાડેજા પોતાની ફિલ્ડિંગથી વિપક્ષી ટીમ પર દબાણ બનાવે છે. જાડેજાની હાજરી મેદાનમાં જાદુરી અસર કરે છે. હું માનું છું કે, જાડેજા ભારતના શ્રેષ્ઠ ફિલ્ડિર છે. શ્રીધરે કહ્યું કે, મારા મત મુજબ છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય ટીમની ફિલ્ડિંગની ધારણાઓ બદલાઈ ગઈ છે.
ડુ પ્લેસિસે ભારતીયની પ્રસંશા કરી હતી. વિશ્વ કપ દરમિયાન વિપક્ષી કેપ્ટનોએ ભારટીય ફિલ્ડિંગની વાત કરી હતી. ફિલ્ડિંગનું કારણ ખેલાડીઓનો માઈન્ડ સેટ અને ફેટનેસ છે. આ કારણે ભારતીય ટીમ ત્રણેય ફોર્મેટમાં સારુ પ્રદર્શન કરી રહી છે.