ETV Bharat / sports

એશિયા કપ અંગેનો નિર્ણય મુલતવી, ACCની બેઠકમાં ગાંગુલી અને શાહે ભાગ લીધો - Sourav Ganguly

એશિયાઇ ક્રિકેટ કાઉન્સીલની કાર્યકારી બોર્ડે આ વર્ષે યોજાનારા એશિયા કપ ટી-20 ટૂર્નામેન્ટનાં ભવિષ્યને લઇ નિર્ણયને અત્યારે મુલતવી રાખ્યો છે. એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે, કોરોના વાઇરસને કારણે આ ટૂનામેન્ટને સ્થગિત કરવામાં આવી શકે છે.

Postponement of Asia Cup decision
એશિયા કપ અંગે નિર્ણય મુલતવી, ACCની બેઠકમાં ગાંગુલી અને શાહે ભાગ લીધો
author img

By

Published : Jun 9, 2020, 4:57 PM IST

નવી દિલ્હીઃ એશિયાઇ ક્રિકેટ કાઉન્સીલની કાર્યકારી બોર્ડે આ વર્ષે યોજાનારા એશિયા કપ ટી-20 ટૂર્નામેન્ટના ભવિષ્યને લઇ નિર્ણયને અત્યારે મુલતવી રાખ્યો છે. એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે કોરોના વાઇરસને કારણે આ ટૂનામેન્ટને સ્થગિત કરવામાં આવી શકે છે.

એશિયા કપનું આયોજન સપ્તેમ્બર મહિનામાં થવાનું છે અને આ વખતે તેની યજમાની પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ની છે અને જો આનુ આયોજન થશે તો એશિયા કપ પાકિસ્તાન સિવાય કોઇ અન્ય દેશમાં થશે, કારણ કે, ભારતીય ટીમની પાકિસ્તાન જવાની સંભાવના ઓછી છે.

ACC ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી-20 વિશ્વ કપ પર ICCના નિર્ણય બાદ એશિયા કપ પર નિર્ણય કરશે. સોમવારે બેઠક બાદ ACCએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, બોર્ડે એશિયા કપ 2020ના આયોજનના મહત્વ પર ભાર આપ્યો છે. કોવિડ-19 મહામારીને જોતા એશિયા કપ 2020ના આયોજન અંગે સ્થળના વિકલ્પો પર ચર્ચા કરવામાં હતી અને આવનારા સમયમાં આ અંગે અમે અંતિમ નિર્ણય કરીશું.

ACC બોર્ડની આ બેઠકની અધ્યક્ષતા બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ(BCB)ના અધ્યક્ષ નજમુલ હસન પેપોને કરી હતી અને આ બેઠકમાં ભારતીય ક્રેકેટ બોર્ડનાં(BCCI) અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહે ભાગ લીધો હતો.

ACCના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, ટૂર્નામેન્ટને સ્થગિત કરવાને લઇ ચર્ચા થઇ હતી પરંતુ તેના પર કોઇ સહમતિ થઇ ન હતી, આ ઉપરાંત ચીનમાં 2022માં યોજાનારા એશિયાઇ ખેલોમાં ACCનો સમાવેશ કરવા અંગે પર ચર્ચા થઇ હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.