પોલીસ સૂત્રોના જણાવ્યાં અનુસાર, આ પત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ગૃહપ્રધાન અમિત શાહ, ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી, ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે.પી નડ્ડા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના (આરએસએસ) પ્રમુખ મોહન ભાગવતના નામનો પણ સમાવેશ છે.
એનઆઇએએ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડને (BCCI) પત્ર મોકલ્યો હતો. આ પત્રમાં લખ્યું હતું કે, કેરળના કોઝકોડે સ્થિત ઓલ ઇન્ડિયા લશ્કર કોહલી અને પ્રમુખ રાજનેતાઓને પોતાનો નિશાન બનાવી શકે છે.
આ પત્ર નકલી પણ હોય શકે છે. પરંતુ, કોઇ બેદરકારી કરી શકાય તેમ નથી. મૅચના આયોજન સ્થળ અને ખેલાડીઓની વ્યક્તિગત સુરક્ષાની સમિક્ષા કરવામાં આવી રહી છે.
ભારતને બાંગ્લાદેશ વિરૂદ્ધ ત્રણ ટી-20 મૅચ રમવાની છે, જેનો પહેલો મૅચ રવિવારે અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમવામાં આવશે. ત્રણ મૅચની સીરિઝ બાદ બે ટેસ્ટ મૅચ યોજાશે.