નવી દિલ્હીઃ BCCI ચીફ સૌરવ ગાંગુલીએ બુધવારે જણાવ્યું હતું કે, સપ્ટેમ્બરમાં યોજાનારો એશિયા કપને રદ કરવામાં આવ્યો છે. જો કે, આ મામલે વધુ જાણકારી હજુ સુધી બહાર આવી નથી.
આ અંગે સમીઉલ હસન બર્નીએ કહ્યું હતું કે, સૌરવ ગાંગુલીએ એશિયા કપ 2020 રદ થવાના નિવેદનમાં કોઈ તથ્ય નથી. આ ટૂર્નામેન્ટનો નિર્ણય એશિયા ક્રિકેટ કાઉન્સિલ કરશે.
આગળ વાત કરતાં હસને કહ્યું હતું કે, સૌરવ ગાંગુલીના આ પ્રકારના નિવેદથી કાર્યવાહીમાં કોઈ અસર થશે નહીં. અહીંયા દર અઠવાડિયે નવા નિવેદનો આવતા રહે છે. આમ પણ એશિયા કપ અંગનો નિર્ણય ACC દ્વારા લેવામાં આવશે અને તેની જાહેરાત ફક્ત એશિયાઈ બોર્ડના પ્રમુખ નજમુલ હસન દ્વારા થઈ શકે છે.
નોંધનીય છે કે, સૌરવ ગાંગુલીએ બુધવારે જાહેરાત કરી હતી કે, સપ્ટેમ્બરમાં યોજાનાર એશિયા કપ રદ કરાયો છે. ગાંગુલીના નિવેદન બાદ પાકિસ્તાન બોર્ડ (PCB)એ પણ આ વાતની પુષ્ટી કરી હતી. આ સાથે જ 2022ના ટૂર્નામેન્ટ અંગે સહમતિ દાખવી હતી. PCB આ અંગે વાત કરતાં કહ્યું હતું કે, દેશમાં સર્જાયેલા વાતાવરણને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. જે લોકહિત માટે યોગ્ય છે.