સ્મિથે 126 ટેસ્ટ મેચમાં 7000 રન બનાવ્યા છે. સ્મિથે 131 ઇનિગ્સમાં આ રેકોર્ડ બનાવનારા ઇંગ્લેન્ડના વોલી હેમંડનો રેકોર્ડ તોડ્યો છે.
ભારતના વિરેન્દ્ર સેહવાગ 134 ઇનિગ્સમાં 7000 રન બનાવી ત્રીજા સ્થાને છે. આ જ ક્રમમાં સચિન તેંડુલકર 136 ઇનિંગ્સ સાથે ચોથા ક્રમે છે. ગેરી સોબર્સ, કુમાર સંગકારા અને વિરાટ કોહલી 138 ઇનિંગ્સ સાથે સંયુક્ત રૂપે પાંચમાં સ્થાન પર છે. સ્મિથે તેના જ દેશના મહાન બેટ્સમેન ડોન બ્રેડમેનનો રેકોર્ડ તોડી ટેસ્ટમાં 7000 રન બનાવનાર ઓસ્ટ્રેલિયાનો 11મો ખેલાડી બન્યો છે.
![સ્ટીવ સ્મિથ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5225578_smi.jpg)
રિકી પોન્ટિંગે 168 ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રિલિયા માટે સૌથી વધારે 13,378 રન બનાવ્યા છે, ત્યારબાદ એલન બોર્ડર 11,174 અને સ્ટીવ વો 10,927 રન બનાવ્યા છે.