ETV Bharat / sports

MPL સ્પોર્ટસ બન્યું ટીમ ઈન્ડિયાનું નવું ઓફિશિયલ કિટ સ્પૉન્સર, 2023 સુધી કરવામાં આવ્યો કરાર - મોબાઈલ પ્રીમિયર લીગ

સૌરવ ગાંગુલીએ કહ્યું કે, 2023 સુધી ભારતીય પુરુષ અને મહિલા રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ માટે કિટ પ્રાયોજક તરીકે MPL સ્પોર્ટ્સની નિમણૂક સાથે ભારતીય ક્રિકેટ માટે નવા યુગની ઘોષણા કરવામાં અમે ખુશ છીએ.

MPL સ્પોર્ટસ બન્યું ટીમ ઈન્ડિયાનું નવું ઓફિશિયલ કિટ સ્પૉન્સર

author img

By

Published : Nov 17, 2020, 11:04 PM IST

  • MPL સ્પોર્ટસ બન્યું ટીમ ઈન્ડિયાનું નવું ઓફિશિયલ કિટ સ્પૉન્સર
  • બીસીસીઆઈ સાથે 2023 સુધી કર્યો કરાર
  • અગાઉ 2016 થી 2020 સુધી નાઇકી સાથે રૂપિયા 370 કરોડનો થયો હતો કરાર

હૈદરાબાદઃ ભારતીય ક્રિકેટ ટીમની જર્સી હવે એમપીએલ સ્પોર્ટ્સ દ્વારા ડિઝાઇન અને નિર્માણ કરવામાં આવશે. ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) એ તેની સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ દ્વારા મંગળવારે તેની માહિતી આપી હતી. બીસીસીઆઈએ ત્રણ વર્ષ માટે એમપીએલ સ્પોર્ટસ સાથે કરાર કર્યો છે અને MPL સ્પોર્ટ્સ ભારતીય પુરુષ ટીમની સાથે જ મહિલા ક્રિકેટ ટીમ અને અંડર -19 ટીમની જર્સી પણ તૈયાર કરશે.

MPL સ્પોર્ટસ બન્યું ટીમ ઈન્ડિયાનું નવું ઓફિશિયલ કિટ સ્પૉન્સર
MPL સ્પોર્ટસ બન્યું ટીમ ઈન્ડિયાનું નવું ઓફિશિયલ કિટ સ્પૉન્સર

MPL એ ભારતની સૌથી મોટી ઇ-સ્પોર્ટસ પ્લેટફોર્મ

બીસીસીઆઈએ નવેમ્બર 2020 થી ડિસેમ્બર 2023 સુધી MPL સ્પોર્ટ્સ સાથે કરાર કર્યો છે. MPL સ્પોર્ટ્સની કિટ ટીમ ઇન્ડિયાના આગામી ઓસ્ટ્રેલિયન પ્રવાસ દરમિયાન મેદાનમાં જોવા મળશે. મોબાઈલ પ્રીમિયર લીગ (MPL) એ ભારતનો સૌથી મોટો ઇ-સ્પોર્ટસ પ્લેટફોર્મ છે. આ કરાર અંગે બોર્ડના સેક્રેટરી જય શાહે કહ્યું કે, આ ભાગીદારી અમને ટીમ ઈન્ડિયા અને દેશની રમત માટે એક અલગ સ્તરે લઈ જશે.

MPL પ્રતિ મેચ દીઠ 65 લાખ રૂપિયા આપશે

બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલીએ કહ્યું કે, 2023 સુધી ભારતીય પુરુષ અને મહિલા રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ માટે કિટ પ્રાયોજક તરીકે MPL સ્પોર્ટ્સની નિમણૂક સાથે ભારતીય ક્રિકેટ માટે નવા યુગની ઘોષણા કરવામાં અમે ખુશ છીએ. જો મીડિયા રિપોર્ટને ધ્યાનમાં લેવામાં આવે તો, MPL પ્રતિ મેચ દીઠ 65 લાખ રૂપિયા આપશે. અગાઉ નાઇક ટીમ ઈન્ડિયાની કિટને સ્પોન્સર કરતો હતો. 2016 થી 2020 સુધી નાઇકી સાથે રૂપિયા 370 કરોડનો કરાર થયો હતો. તેમની સાથે બોર્ડનો કરાર સપ્ટેમ્બરમાં સમાપ્ત થયો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.