ધર્મશાલા: ન્યૂઝીલેન્ડ પ્રવાસે ટીમનો વ્હાઇટવૉશ થયા બાદ ભારતીય ટીમ ગુરૂવારે એટલે કે આજે હિમાચલ પ્રદેશ ક્રિકેટ એશોશિએશન સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકા વિરૂદ્ધ પ્રથમ વનડે મેચ રમવા ઉતરશે. બીજી તરફ સાઉથ આફ્રિકાએ ક્વિટન ડી કોકની કેપ્ટનશીપ હેઠળ છેલ્લી વનડે સીરિઝમાં ઓસ્ટ્રેલિયાનો 3-0થી વ્હાઇટવોશ કર્યો હતો. ભારતને આ સીરિઝમાં સ્ટાર બેટ્સેમન રોહિત શર્મા વિના જ મેદાન પર ઉતરવું પડશે. રોહિત શર્મા હાલમાં ઇજાગ્રસ્ત છે. રોહિતને ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ રમાયેલી T-20 મેચમાં ઇજા પહોંચી હતી. ટીમમાં સ્ટાર પ્લેયરની કમીથી કેપ્ટન વિરાટ કોહલીની જવાબદારી વધી જશે.
રાહુલ અને શ્રેયસ ઐય્યર પર ફરી આશા
લોકેશ રાહુલ અને શ્રેયસ ઐય્યર ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર ફોર્મમાં રહ્યાં હતાં. હવે આ બંને બેટ્સેમેનને ફરી સારૂ પ્રદર્શન કરવાનો મોકો મળ્યો છે. રોહિતની ગેરહાજરીમાં પૃથ્વી શો અને શુભમન ગિલ બંનેમાંથી કોઇ એક બેટ્સેમેન શિખર ધવન સાથે ઓપનિંગ કરી શકે છે. ધવન ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર ટીમનો ભાગ નહતો, પરંતુ આ સીરિઝમાં સારૂ પ્રદર્શન કરી T-20 વર્લ્ડકપમાં સ્થાન બનાવવાની કોશિશ કરશે.
જ્યારે હાર્દિક પંડ્યા અને ભુવનેશ્વર કુમાર પણ કેટલાક લાંબા સમય બાદ ટીમમાં પરત ફરી રહ્યાં છે. હાર્દિકને ઇજાને કારણે ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો નહોતો. 5 મહિના સુધી ટીમથી દૂર રહ્યા બાદ હવે સર્જરી સાથે હાલમાં ફીટ નજર આવી રહ્યો છે.
બીજી બાજુ સાઉથ આફ્રિકાની ટીમ ઓસ્ટ્રેલિયાના સુપડા સાફ કર્યા બાદ ઉત્સાહિત છે. ટીમની પાસે જાનેમન મલાન, હેનરિક ક્લાસેન અને જોન સ્મટ્સના રૂપે બેટ્સમેન છે. જે ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝમાં સફળ સાબિત થયા હતાં. બોલર્સની જો વાત કરવામાં આવે તો સાઉથ આફ્રિકાને કગિસો રબાડાની કમી મહેસુસ થશે. તેવામાં ટીમ સાથે લુંગી એનગિદી અને એનરિક નોર્જ પર મદાર રહેશે.
સંભવિત ટીમ
ભારત: શિખર ધવન, પૃથ્વી શો, વિરાટ કોહલી (કેપ્ટન), લોકેશ રાહુલ, મનીષ પાંડે, શ્રેયસ ઐય્યર, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, યુજુવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, નવદીપ સૈની, કુલદીપ યાદવ, શુભવન ગિલ
સાઉથ આફ્રિકા: ક્વિંટન ડી કોક (કેપ્ટન), ટેમ્બા બવુમા, રાસી વેન ડેર ડૂસેન, ફાફ ડુ પ્લેસિસ, કાઇલ વેરિઅને, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, જોન-જોન સ્મટસ, એંડિલે ફેહલુકવાયો, લુંગી એનગિદી, લુથો સિપમલા, બ્યૂરેન હેંડ્રિક્સ, એનરિક નોર્જે, જોર્જ લિંડે, કેશવ મહારાજ