નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલના અનિલ કુંબલેએ બુધવારે કહ્યું કે, કોવિડ-19 પછી રમત ફરી શરૂ થાય ત્યારે બોલ અને બેટ વચ્ચે સંતુલન રહે તે રીતે પિચ તૈયાર કરી શકાય છે.
કોવિડ-19ને કારણે આઇસીસી ક્રિકેટ સમિતિએ રમત શરૂ થતાં બોલને ફ્લેશ રાખવા માટે લાળ પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી છે. આ પછી બોલને ચમકાવવા માટે વધારાની વસ્તુઓનો ઉપયોગ કરવાની વાત કરવામાં આવી રહી છે, જો કે, સમિતિએ આ અંગે કોઈ ભલામણ કરી નથી.
કુંબલેએ ફિક્કી દ્વારા આયોજીત વેબિનારમાં કહ્યું કે, અમારો હેતુ માત્ર ક્રિકેટ શરૂ કરવાનો છે. અમે કોઈ બોલ ચમકાવવાના નિયમની વિરૂધ નથી, પણ સંજોગો સાથે બધાએ ટેવાવું પડશે. અમારૂ ફોક્સ ખેલાડીઓની સલામતી અને આરોગ્યની પ્રાથમિકતા પર છે. જેને ધ્યાનમાં રાખીને તબીબી સલાહ સાથે બોલ પર લાળ લગાવવી એ ચેપનું કારણ બની શકે છે.
મહત્વનું છે કે, બોલ પર લાળ લગાવવાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, ત્યારે ખેલાડીઓ મુશ્કેલી અનુભવી રહ્યાં છે. એવું નથી કે ખેલાડીઓ રમશે નહીં. ટૂંક સમયમાં ખેલાડીઓ મેદાન પર હશે.