શુક્રવારે આફ્રિકા વિરૂદ્ધની ત્રીજી ટેસ્ટ મેચમાંથી કુલદીપ યાદવને બહાર કરાયો છે. આ મેચ 19 ઓક્ટોબરે રમાવવાની હતી.
અગાઉની બે ટેસ્ટ મેચમાં પણ કુલદીપને ટીમમાંથી બહાર કરાયો હતો, ત્યારે પણ તેના ખભા પર દુખાવો હતો. તેની આ સમસ્યા ક્યારે દૂર થશે એ તો સમય જ બતાવશે.
હાલ, કુલદીપ પોતાની ફીટનેસ પર ધ્યાન આપી રહ્યો છે. પણ જો તેનું સ્વાસ્થ્ય સમયસર સારું નહીં થાય, તો તેને 3 નવેમ્બરે શરૂ થનારી બાંગ્લાદેશની મેચમાંથી બહાર રાખવામાં આવશે.
કુલદીપ છેલ્લા કેટલાક દિવસથી ક્રિકેટ રમ્યો નથી. જે ચાઈનામેનને 2019ની વર્લ્ડ કપની મેચમાં હુકમનો એક્કો ગણાતો હતો, તે સાત મેચથી બહાર રહેવા માટે મજબૂર થયો છે. જેનું મુખ્ય કારણ તેની અવસ્વથ્ય સ્થિતિ છે. ઓગસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝમાં એક દિવસીય મેચ રમ્યો હતો. જો કે, ત્યારબાદ બે મેચોમાં તે બેંચ પર જોવા મળ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે, આગામી વર્ષે ટી-20 વિશ્વકપ સુધી કુલદીપ ટીમનો હિસ્સો બની જશે. પણ આ સિઝનમાં તેને રવિચંદ્ર અશ્વિન અને રવિન્દ્ર જાડેજાની સાથે દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ ચાલતી મેચમાં સારું પ્રદર્શન કરવાની તક મળી ન હતી. આ ઉપરાંત કુલદીપને જાડેજાના પરત આવવાના કારણે તેને પોતાની જગ્યા બનાવવામાં મુશ્કેલી થઈ હતી.
માર્ચ 2017માં એક ટેસ્ટ મેચમાં તેણે પોતાની એક અલગ ઓળખ મેળવી હતી. પણ પ્લેઈન ઇલેવનમાં પોતાની જગ્યા બનવવામાં તેણે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો.