નવી દિલ્હી: જુવેંટસ અને પોર્ટુગીઝ સુપરસ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ કોરોના વાઇરસ દરમિયાન ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ કમાણી કરનારા એથ્લેટ્સની યાદીમાં ટોચના સ્થાન પર છે. ફોટો શેરિંગ એપ્લિકેશન પર રોનાલ્ડોએ તેની પોસ્ટ દ્વારા આશરે 1.8 મિલિયન પાઉન્ડની કમાણી કરી છે.
લોકપ્રિય સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ કમાણી કરનાર એથ્લેટ્સ (રમતવીરો)ની ટોપ -10 ની યાદીમાં ભારતના ક્રિક્ટના કેપ્ટન વિરાટ કોહલીનું એકમાત્ર નામ આ યાદીમાં છે. તેઓ આ લિસ્ટમાં છઠ્ઠા સ્થાન પર છે. લોકડાઉન સમય દરમિયાન પોતાના સ્પોન્સર્ડ પોસ્ટ થકી કોહલીએ પ્રતિ પોસ્ટ 1.2 કરોડ રુપિયા મળ્યા.
જુવેંટસ અને પોર્ટુગીઝ સુપરસ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ઇન્સ્ટાગ્રામ પરની તેમની પોસ્ટ્સ દ્વારા અંદાજે 1.8 મિલિયન પાઉન્ડ (આશરે 17.9 કરોડ) ની કમાણી સાથે પ્રથમ સ્થાન મેળવ્યું છે.
બાર્સિલોનાના લિયોનેલ મેસ્સી અને પેરિસ સેન્ટ-જર્મન ફોરવર્ડ નેમારે અનુક્રમે 1.2 મિલિયન અને 1.1 મિલિયનની કમાણી સાથે બીજા ક્રમે અને ત્રીજા સ્થાને છે. શકીલ ઓ'નીલે 16 પોસ્ટ્સ દ્વારા 583,628 પાઉન્ડ (લગભગ 5.5 કરોડ) કમાયા છે.
બેકહમે 3 પોસ્ટ કરી. તેને આ માટે 405,359 પાઉન્ડ (લગભગ 3.8 કરોડ રૂપિયા) મળ્યા.