- કપિલ દેવના હોસ્પિટલમાંથી અપાઇ રજા
- કપિલ દેવને હાર્ટ એટેક આવ્યો હતો.
નવી દિલ્હી : ભારતીય ઓલરાઉન્ડર કપિલ દેવને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. પૂર્વ ક્રિકેટર ચેતન શર્માએ ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. હાર્ટ એટેક આવ્યા બાદ શુક્રવારે કપિલ દેવને એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. છાતીમાં દુખાવો થતાં તેમને દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેનું ઓપરેશન કરાયું હતું.
-
Dr Atul Mathur did Kapil paji angioplasty. He is fine and discharged. Pic of @therealkapildev on time of discharge from hospital. pic.twitter.com/NCV4bux6Ea
— Chetan Sharma (@chetans1987) October 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Dr Atul Mathur did Kapil paji angioplasty. He is fine and discharged. Pic of @therealkapildev on time of discharge from hospital. pic.twitter.com/NCV4bux6Ea
— Chetan Sharma (@chetans1987) October 25, 2020Dr Atul Mathur did Kapil paji angioplasty. He is fine and discharged. Pic of @therealkapildev on time of discharge from hospital. pic.twitter.com/NCV4bux6Ea
— Chetan Sharma (@chetans1987) October 25, 2020
ચેતન શર્માએ કર્યું ટ્વિટ
ચેતન શર્માએ હોસ્પિટલના ડોક્ટર અતુલ માથુર સાથે કપિલનો ફોટો પોસ્ટ કરી છે. ડોક્ટર માથુરે કપિલની એન્જીયોપ્લાસ્ટી કરી હતી. શર્માએ ડિસ્ચાર્જ સમયનો કપિલદેવનો ફોટો ટ્વીટ કર્યો હતો, જેમાં તેમણે કેપ્શનમાં લખ્યું કે, 'ડોક્ટર અતુલ માથુરે કપિલ પાજીની એન્જીયોપ્લાસ્ટી કરી હતો. તે હવે ઠીક છે અને તેમને રજા આપવામાં આવી છે. '
આ પહેલા ચેતન શર્માએ હોસ્પિટલમાંથી કપિલ અને તેની પુત્રીનો ફોટો ટ્વીટ કર્યો હતો. તેણે કહ્યું હતું કે કપિલ દેવનું ઓપરેશન સફળ રહ્યું છે અને તે સ્વસ્થ થઈ રહ્યા છે.
આ પણ વાંચો : કપિલ દેવને હાર્ટ એટેક આવ્યો, દિલ્હીની હોસ્પિટલમાં સારવાર હેઠળ