બેંગ્લોર: પૂર્વ ભારતીય કેપ્ટન અનિલ કુંબલેએ શનિવારે એક નિવેદનમાં જણાવ્યું કે, આપણે કોરોના વાઈરસના રોગચાળોને એક ટેસ્ટ મેચની જેમ લેવો જોઈએ. સમગ્ર દેશને કોરોના વાઈરસ સામે એકજૂથ થઈને લડવું પડશે. અને તેની સામે જીતવું પડશે. પૂર્વ લેગ સ્પિનર કુંબલેએ તેના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કરીને આ બાબતે વાત કરી હતી.
-
Thank you @sumalathaA. Salute all #CoronaWarriors. They are the true heroes. #StayHomeStaySafe pic.twitter.com/DDFr99tz6o
— Anil Kumble (@anilkumble1074) May 9, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Thank you @sumalathaA. Salute all #CoronaWarriors. They are the true heroes. #StayHomeStaySafe pic.twitter.com/DDFr99tz6o
— Anil Kumble (@anilkumble1074) May 9, 2020Thank you @sumalathaA. Salute all #CoronaWarriors. They are the true heroes. #StayHomeStaySafe pic.twitter.com/DDFr99tz6o
— Anil Kumble (@anilkumble1074) May 9, 2020
ટેસ્ટ ક્રિકેટમાં બે ઈનિંગ્સ હોય છે
કુંબલેએ આ વીડિયોમાં કહ્યું કે, જો આપણે આ કોરોનો વાઈરસ રોગચાળા સામે લડવું છે, તો આપણે આખા દેશને એક કરવો પડશે. કોરોના વાઈરસ એક ટેસ્ટ મેચ જેવો છે. ક્રિકેટ ટેસ્ટ મેચ 5 દિવસની હોય છે. પણ આ લડાઈ તેનાથી લાંબી છે.
ટેસ્ટ ક્રિકેટમાં બે ઈનિંગ્સ હોય છે, પરંતુ આ લડાઈમાં વધારે હોઈ શકે છે. તેથી ખુશ ન થાઓ કે, પહેલી ઈનિંગ્સમાં આપણી પાસે લીડ હતી. કારણ કે, બીજી ઈનિંગ્સમાં આપણા માટે ખરેખર તેની સામે લડવું અઘરું બની શકે છે.
આપણે આ લડત એકજૂથ થઈને જીતવાની છે
પૂર્વ કેપ્ટનએ કહ્યું કે, આપણે આ લડાઈ જીતવાની છે. આ લડાઈ ફક્ત પ્રથમ ઈનિંગ્સની લીડને આધારે જીતી શકાય નહીં. આપણે આ લડાઈ એકીજૂથ રીતે જીતવાની જરૂર છે.
ભારતમાં કોરોના વાઈરસને કારણે અત્યાર સુધીમાં 1900થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. 24 માર્ચથી સમગ્ર દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. જે 17 મે સુધી ચાલુ રહેશે.
આ રોગચાળાને લીધે ટોક્યો ઓલિમ્પિક્સ, યુરોપિયન ફૂટબોલ ચેમ્પિયનશિપ અને ઈન્ડિયન પ્રીમિયર લીગ સહિત વિશ્વભરમાં રમતગમતની સ્પર્ધાઓ રદ અથવા સ્થગિત કરવામાં આવી છે. કોરોના વાઈરસને કારણે વિશ્વભરમાં 2,76,000થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 40 લાખથી વધુ લોકો તેના ભરડામાં આવી ગયા છે.