નવી દિલ્હી: કોરોના વાઈરસને કારણે IPL 15 એપ્રિલ સુધી મુલતવી રાખવામાં આવી છે, પરંતુ કોરોનાના કહેર વચ્ચે IPLની શરૂઆતની તારીખ લંબાવાઈ શકે છે. BCCI હવે ઓક્ટોબર-નવેમ્બરમાં IPLનું આયોજન કરવાનું વિચારી રહી છે, પરંતુ આવું ત્યારે જ શક્ય જ્યારે ચાલુ વર્ષે યોજાનારા ICC T-20 વર્લ્ડકપને મુલતવી રાખવામાં આવે.
આ અંગે BCCIના એક અધિકારીએ કહ્યું કે, બોર્ડ ઓક્ટોબર-નવેમ્બરમાં IPL યોજવાનું વિચારી રહી છે, પરંતુ આ ત્યારે જ શક્ય છે જ્યારે T-20 વર્લ્ડકપ મુલતવી રાખવામાં આવે. કોરોના વાઈરસને પગલે ઓસ્ટ્રેલિયાએ છ મહિના સુધી સરહદો બંધ કરી છે.
તેમણે વધુમાં કહ્યું કે, આપણે હજી સમજવું પડશે કે ભારત સરકાર છે શું કરે છે?, જો ભારત સરહદો બંધ કરવાનો નિર્ણય લે છે, તો ઓક્ટોબર-નવેમ્બર માસમાં IPL થઈ શકે, એમાં પણ T-20 વર્લ્ડ કપ મોકુફ રાખવામાં આવે તો જ.
અધિકારીએ કહ્યું કે, વર્લ્ડકપ મુલતવી રાખવું એ ICC માટે પણ છેલ્લો વિકલ્પ હશે, કારણ કે, આ વર્લ્ડકપને 2020થી 2022માં ખસેડવો પડશે, કેમકે 2021માં કોઈ જગ્યા જ નથી. જેથી હાલ તો આ બધું ખૂબ જ જટીલ છે, પરંતુ હા IPLને ઓક્ટોબર-નવેમ્બરમાં શરૂ કરવા માટેની વાત થઈ છે.