મોહાલીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ફ્રેન્ચાઇઝી કિંગ્સ ઇલેવન પંજાબે લીગની આગામી સીઝન પહેલા અનિલ કુંબલેના નેતૃત્વમાં પોતાના સપોર્ટિંગ સ્ટાફની ઘોષણા કરી છે.
પૂર્વ ભારતીય કેપ્ટન અનિલ કુંબલે ટીમની સાથે-સાથે મુખ્ય કોચ અને ક્રિકેટ સંચાલનના નિર્દેશકના રૂપમાં કામ કરશે. તેની સાથે જિમ્બાબ્વેના પૂર્વ ક્રિકેટ તેમજ ઇન્ગલેન્ડના પૂર્વ મુખ્ય કોચ એન્ડી ફ્લાવરનો સાથ પણ મળશે અને તે ટીમના સહાયક કોચ છે.
કુંબલેએ કહ્યું કે, ‘અમે જે ટીમનું નિર્માણ કરવામાં સફળતા મેળવી છે, તે અભૂતપૂર્વ છે. અમારા સહયોગી સ્ટાફનો પ્રત્યેક મેમ્બર અનુભવી છે, જે અમને અમારા લક્ષ્યાંક સુધી પહોંચવામાં મદદ કરશે.’
આ સિવાય દુનિયાન સર્વશ્રેષ્ઠ ફિલ્ડરોમાંના દક્ષિણ આફ્રિકના પૂર્વ ખેલાડી જોન્ટી રોડ્સ ક્ષેત્રરક્ષણ કોચ છે. તેમજ શનિવારે જ ક્રિકેટ જગતમાંથી સન્યાસ લેનારા પૂર્વ ભારતીય બેટ્સમેન વસીમ જાફરને બેટ્સમેન કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
દક્ષિણ આફ્રિકાના પૂર્વ ફાસ્ટ બોલર ચાર્લ લૈંગવેલ્ટ કિંગ્સ ઇલેવન પંજાબમાં બોલર કોચ તરીકે જોડાશે. લૈંગવેલ્ટ દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશના પણ બોલર કોચ રહી ચૂક્યા છે.