નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ પહેલા ભારતીય ક્રિકેટરોને અમદાવાદ મોટેરા સ્ટેડિયમમાં લઇ આવવાના આયોજનની સંભાવના નથી. કહેવામાં આવી રહ્યું છે કે દેશમાં કોરોના વાઇરસના કેસ સતત વધતા જઇ રહ્યાં છે અને તેવામાં ખેલાડીઓના સ્વાસ્થ્યને જોતા નિર્ણય લેવામાં આવી શકે છે.
એવી સંભાવનાઓ લાગી રહી છે કે તમામ ખેલાડીઓ UAEમાં તમામ IPL ખેલાડીઓ સાથે પ્રેક્ટીસ કરશે.
BCCIની સર્વદળીય બેઠકમાં મોટેરા સ્ટેડિયમમાં પ્રેક્ટીસને લઇને સહમતી થઇ હતી, પરંતુ ગુજરાત ક્રિકેટ એશોશિએશનને અત્યાર સુધી બોર્ડ તરફથી કોઇ માહિતી મળી નથી.
મીડિયા રીપોર્ટ્સ મુજબ ટીમ ઇન્ડિયાને મોટેરામાં 18 ઓગષ્ટથી 4 સપ્ટેમ્બર સુધી બાયો સિક્યોર વાતાવરણમાં પ્રેક્ટીસ કરવાની રહેશે, પરંતુ GCAના અધિકારીઓ અનુસાર અત્યાર સુધીમાં તેને લઇને કોઇ સુચના મળી નથી.