બાંગ્લાદેશ તરફથી મહોમ્મદ નદીમે સૌથી વધુ 81 રન ફટકાર્યા હતા. મોહમ્મદ મિથુન 27 રને આઉટ થયો છે. નઇમે T-20 પોતાના કરિયરની મેડન ફિફટી મારી છે.
ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 174 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશને ભારતે 175 લક્ષ્યાંક આપ્યું છે. રાહુલે T-20માં છઠ્ઠી ફિફ્ટી ફટકારી છે. ઓપનર રોહિત શર્મા 2 રને આઉટ થયો હતો. શિખર ધવન 19 રને આઉટ થયો હતો. શ્રેયસ ઐયર 33 બોલમાં 62 રન બનાવ્યા હતા. રાહુલ 52 રને આઉટ થયો હતો.
![દિપક ચહરેની 6 વિકેટ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5017261_dipak-cahar.jpg)
![શ્રેયર ઐયરની ફિફટી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5017261_ayyar.jpg)
બાંગ્લાદેશે સીરિઝની પ્રથમ મેચમાં ભારતને સાત વિકેટે હરાવ્યું હતું. ટી-20માં ભારત સામે બાંગ્લાદેશની આ પ્રથમ જીત હતી. ભારતે બીજી મેચ રાજકોટમાં બાંગ્લાદેશને 8 વિકેટે હરાવી સીરિઝમાં 1-1થી બરાબરી કરી હતી. આ મેચમાં બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરતાં 6 વિકેટ પર 153 રન બનાવ્યા હતા, જે ભારતને બે વિકેટ ગુમાવીને જીત મેળવી હતી. કેપ્ટન રોહિત શર્માની ફોર્મમાં વાપસી ભારત માટે સારી બાબત છે. તેણે શ્રેણીની 100મી અને બીજી મેચમાં 43 બોલમાં 85 રનની ઇનિંગ્સ રમીને ભારત માટે એકતરફી વિજય મેળવ્યો હતો.