- IND vs ENG માટે પ્રસિદ્ધ કૃષ્ણા અને સૂર્યકુમારને મળી ભારતીય વન-ડે ટીમમાં તક
- અખિલ ભારતીય વરિષ્ઠ પસંદગી સમિતિએ 18 સભ્યોની ટીમની ઘોષણા કરી
- કૃષ્ણા, સૂર્યકુમાર અને કૃણાલ પંડ્યા આગામી ત્રણ મેચની વન-ડે સીરીઝ માટે ભારતીય ટીમમાં શામેલ
મુંબઈ: પ્રસિદ્ધ કૃષ્ણા, સૂર્યકુમાર યાદવ અને કૃણાલ પંડ્યાને ઇંગ્લેન્ડ સામે આગામી ત્રણ મેચની વન-ડે સીરીઝ માટે ભારતીય ટીમમાં શામેલ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: Ind vs Eng, 4th T20I: 'સૂર્ય' કુમાર ચમક્યો, ડેબ્યુ ઈનિંગમાં જ ફિફ્ટી ફટકારી
અખિલ ભારતીય વરિષ્ઠ પસંદગી સમિતિએ 18 સભ્યોની ટીમની ઘોષણા કરી
ચેતન શર્માના નેતૃત્વ હેઠળની અખિલ ભારતીય વરિષ્ઠ પસંદગી સમિતિએ ઇંગ્લેન્ડ સામેની 18 સભ્યોની ટીમની ઘોષણા કરી, જેમાં મનીષ પાંડે, મયંક અગ્રવાલ, સંજુ સેમસન, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમીને ટીમમાંથી અલગ રાખવામાં આવ્યા ત્યારે આ જ નામ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમનો ભાગ હતા.
આ ઉપરાંત પસંદગી સમિતિએ આ ખેલાડીઓની પસંદગી કરી છે
ટીમ: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (ઉપ-કેપ્ટન), શિખર ધવન, શુબમન ગિલ, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, ઋષભ પંત (વિકેટકીપર) , કેએલ રાહુલ (વિકેટકિપર), યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, કૃણાલ પંડ્યા, વોશિંગ્ટન સુંદર, ટી નટરાજન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, શાર્દુલ ઠાકુર
આ પણ વાંચો: અમદાવાદમાં શુક્રવારથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટી-20 સિરીઝ રમાશે