અખ્તર ખરેખર 2010ના ફિક્સિંગ પ્રકરણની વાત કરી રહ્યો હતો. જેમાં મોહમ્મદ આમિર ત્યારબાદ પાકિસ્તાનના કેપ્ટન સલમાન બટ અને ફાસ્ટ બોલર મોહમ્મદ આસિફ ફસાયેલા હતા.
અખ્તરે કહ્યું, "મને હંમેશાં વિશ્વાસ હતો કે હું પાકિસ્તાનને દગો નથી આપી શકુ તેમ નથી, તેથી મેચ ફિક્સિંગ નથી. હું મેચ ફિક્સરથી ઘેરાયેલો હતો..હું 21 ખેલાડીઓ સાથે રમું છું, તેમાંથી 11 તેમના અને 10 અમારા ખેલાડીઓ હતા. કોણ જાણે કે મેચ ફિક્સર કોણ છે. ત્યાં ઘણા બધા મેચ ફિક્સિંગ કરતા હતા. આસિફે મને કહ્યું હતું કે, તેઓ કઈ મેચ ફિક્સ કરી અને તે કેવી રીતે કર્યું.
44 વર્ષના અખ્તરે જણાવ્યું કે, જ્યારે તેને મેચ ફિક્સિંગની જાણ થઈ ત્યારે તે હેરાન થઈ ગયો હતો..
તેમણે કહ્યું હતું કે, મેં આમિર અને આસિફને સમજાવાની કોશિશ કરી હતી. જ્યારે મો આ વિશે સાંભળ્યું તો ખૂબ જ દુખ થયું અને મેં દિવાલ પર મુક્કો માર્યો હતો. પાકિસ્તાનના ટોચના બે બોલરો બે તેજસ્વી ફસ્ટ બોલરો બરબાદ થયા. કેટલાક પૈસા માટે, તેણે પોતાને વેચી દીધા હતા.
અખ્તરે 2011 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ છોડી દીધું હતું.