ગયા વર્ષે શો 'કોફી વિથ કરણ'માં આપેલા નિવેદનોને કારણે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ફસાયા હતા, જ્યારે હવે પહેલીવાર મૌન તોડ્યું છે. ઉલ્લેખનીય છે કે, હાર્દિકએ પહેલીવાર આ બાબતે સ્પષ્ટતા કરી છે, તેને કહ્યું, ક્રિકેટર તરીકે અમને ખબર ન હતી કે શું થવાનું છે.
રાહુલ અને હાર્દિકની ટિપ્પણી પર ખૂબ વિવાદ આવી હતી, જેના કારણે ઓસ્ટ્રેલિયા ટૂર પરથી તેમને ભારત પાછા બોલાવી લેવામાં આવ્યા હતા. તેઓ ઓસ્ટ્રેલિયા સામેની વન ડે સીરિઝ રમી શક્યા ન હતા.
ઉલ્લેખનીય છે કે, હાર્દિક માટે વર્ષ 2020ની શરુઆત ખુબ સારી રહી હતી. તેમણે દુબઇમાં દરિયા વચ્ચે નતાશા સાથે સગાઇ કરી હતી. હાર્દિકનો મોટો ભાઇ ક્રુણાલ અને પંખુરી પણ નવા વર્ષના સ્વાગત માટે દુબઇ પહોંચ્યા હતા.
ક્રિકેટની વાત કરીએ તો, હાર્દિક ન્યુઝીલેન્ડ સામે ભારત તરફથી રમશે. તે જ સમયે, કે.એલ રાહુલ શ્રીલંકા સામેની ટી -20 સીરીઝમાં સામેલ છે.