નવી દિલ્હી: BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીએ બુધવારે એશિયા કપ રદ થવાની જાહેરાત કરી હતી. જેનું આયોજન સપ્ટેમ્બરમાં થવાનું હતું.
ગાંગુલીએ એક ઇન્સ્ટાગ્રામ લાઇવ સત્રમાં એક ચેનલને કહ્યું કે, એશિયા કપ રદ થઇ ગયો છે, જે સપ્ટેમ્બરમાં યોજાવાનો હતો.
ટૂર્નામેન્ટના યજમાન દેશ પર કોઈ નિશ્ચિતતા નહોતી.
કોવિડ-19 મહામારીના કારણે ઓક્ટોબર-નવેમ્બરમાં લિયામાં T-20 વર્લ્ડ કપનું આયોજન પણ અસંભવ લાગી રહ્યું છે અને એશિયા કપના રદ થવાથી BCCIને આ સમયગાળામાં સંપૂર્ણ IPL યોજવાનો સમય મળી શકે છે.
ગાંગુલી નથી ઈચ્છતા કે 2020 IPL વિના પૂર્ણ થાય
BCCIના પ્રમુખ સૌરવ ગાંગુલીએ વધુમાં કહ્યું હતું કે, તે આ વર્ષે IPLની 13મી સીઝનનું આયોજન કરવા માગે છે અને તેમની પ્રાથમિકતા ભારતમાં IPLનું આયોજન કરવાની છે.
IPLની શરૂઆત 29 માર્ચથી થવાની હતી, પરંતુ કોરોના વાયઇસને કારણે તે અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી છે.
ગાંગુલીએ એક ટીવી શો પર કહ્યું કે, અમે IPL કરાવવા માંગીએ છીએ, આ સમયે ક્રિકેટની વાપસી જરૂરી છે.