- હરમનપ્રીતનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો
- મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન છે હરમનપ્રીત
- તમામ માર્ગદર્શિકાને અનુસરીને પોતાને ક્વોરન્ટાઈન કરી દીધી
નવી દિલ્હી: ભારતની ટી- 20ની સુકાની હરમનપ્રીત કૌરે મંગળવારે જણાવ્યું કે, તેણે કોવિડ- 19 માટે સકારાત્મક પરીક્ષણ કર્યા બાદ તમામ માર્ગદર્શિકાને અનુસરીને પોતાને ક્વોરન્ટાઈન કરી દીધી છે.
આ પણ વાંચો : ઇંગ્લેન્ડના ક્રિકેટ નિર્દેશક એશ્લી ગિલ્સે કર્યો ખુલાસો, આર્ચરની આંગળી પરની ઈજા ફિશ ટેન્કના કારણે થઈ હતી
ટ્વિટર પર જણાવ્યું કે પોતે જાતે જ ક્વોરન્ટાઈન થઈ
હરમનપ્રીતે મંગળવારે એક ટ્વિટમાં જણાવ્યું કે, "દુર્ભાગ્યવશ, મેં COVID-19 માટે સકારાત્મક પરીક્ષણ કર્યું છે. હું હવે સારું અનુભવી રહી છું અને અધિકારીઓ અને મારા ડૉક્ટરો દ્વારા સૂચવેલા તમામ માર્ગદર્શિકાને અનુસરીને મારી જાતને અલગ કરી દીધી છે."
હું ટૂંક સમયમાં જ મેદાનમાં ફરીશ : હરમનપ્રીત
"તે બધા લોકોને નમ્ર વિનંતી કે જેઓ છેલ્લા 7 દિવસમાં મારી સાથે સંપર્કમાં આવ્યાં છે. તેઓને સુરક્ષિત રહેવા માટે કૃપા કરીને પરીક્ષણ કરવા વિનંતી છે. ભગવાનની કૃપાથી અને તમારી શુભેચ્છાઓથી, હું ટૂંક સમયમાં જ મેદાનમાં ફરીશ," તેમ તેમણે ઉમેર્યું.
આ પણ વાંચો : હૈદરાબાદ FC યુવા ખેલાડીઓ માટે ઑપન ટ્રાયલનું આયોજન કરશે
સચિન તેંડુલકર, યુસુફ પઠાણ, એસ. બદ્રીનાથ અને ઇરફાન પઠાણ પણ કોરોના પોઝિટિવ
તાજેતરમાં સચિન તેંડુલકર, યુસુફ પઠાણ, એસ. બદ્રીનાથ અને ઇરફાન પઠાણ જેવા ભૂતપૂર્વ ખેલાડીઓએ પણ કોરોનાવાયરસ માટે સકારાત્મક પરીક્ષણ કર્યું હતું. આ ચારેય ખેલાડીઓએ તાજેતરમાં સમાપ્ત થયેલી રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝમાં ઇન્ડિયા લિજેન્ડનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ટુર્નામેન્ટ જે ઈન્ડિયા લિજેન્ડ્સ દ્વારા જીતી લેવામાં આવી હતી. તે રાયપુરમાં રમાઈ હતી અને તે ઉપસ્થિત ચાહકો સાથે આગળ વધી હતી.
અંતિમ વન ડેમાં હરમનપ્રીતને હિપ- ફ્લેક્સરની ઈજા થઈ
હરમનપ્રીત તાજેતરમાં જ દક્ષિણ આફ્રિકા સામેની પાંચ મેચની વન ડે સિરીઝમાં જોવા મળી હતી. જેમાં ભારત 4- 1થી હારી ગયું હતું. પાંચ મેચની સિરીઝમાં જમણા હાથે બેટ્સમેન લખનઉમાં પાંચ મેચની શ્રેણીની ચોથી વન ડેમાં તેના 54 રનનો શ્રેષ્ઠ સ્કોર સાથે 160 રન બનાવ્યો હતો. પાંચમી અને અંતિમ વન ડેમાં હરમનપ્રીતને હિપ- ફ્લેક્સરની ઈજા થઈ હતી અને પરિણામે તેણી દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચની ટી- 20 રમી ન હતી.
હરમનપ્રીતની ગેરહાજરીમાં સ્મૃતિ મંધનાએ ભારતીય મહિલા ટીમનું નેતૃત્વ કર્યું
ભારતે સાઉથ આફ્રિકા સામેની ત્રણ મેચની ટી- 20 આઇ સિરીઝ 2- 1થી હારી હતી અને યજમાનો ત્રણ મેચની T20I શ્રેણીની અંતિમ રમત જીતવામાં સફળ રહ્યાં હતા. હરમનપ્રીતની ગેરહાજરીમાં સ્મૃતિ મંધનાએ T20I શ્રેણીમાં ભારતીય મહિલા ટીમનું નેતૃત્વ કર્યું હતું.