ETV Bharat / sports

હું ફાસ્ટ બોલર્સને લઈને ચિંતિત છું: ઇરફાન પઠાણ

ઇરફાન પઠાણે કહ્યું કે હું ફાસ્ટ બોલરોને લઇને ચિંતિત છું. તેઓને ફરીથી લય મેળવવા માટે ચારથી છ અઠવાડિયા સુધીનો સમય લાગી શકે છે.

Pathan
હું ફાસ્ટ બોલર્સને લઈને ચિંતિત છું
author img

By

Published : Jul 19, 2020, 7:54 PM IST

વડોદરાઃ પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર ઇરફાન પઠાણનું માનવુ છે કે કોરોના વાઇરસના કારણે બ્રેક બાદ ફાસ્ટ બોલરો પરત ફરશે ત્યારે તેમને બોલીંગ માટે પોતાની લય મેળવવા ઓછામાં ઓછા ચારથી છ અઠવાડિયાનો સમય લાગી શકે છે. કોરોના વાઇરસને કારણે દેશમાં લગાવવામાં આવેલા લોકડાઉનને લીધે દેશમાં મોટાભાગના ક્રિકેટરો પ્રેક્ટિસ કરી શક્યા નથી.

Pathan
હું ફાસ્ટ બોલર્સને લઈને ચિંતિત છું

ભારત હાલ કોરોના વાઇરસથી પ્રભાવિત દેશોમાં ત્રીજા નંબરે છે. જ્યા સતત કોરોના વાઇરસના કેસ વધી રહ્યા છે. કોરોનાને કારણે જ આઇપીએલ 2020ને હાલ પુરતી સ્થગીત કરવામાં આવી છે. જોકે BCCI ભારતમાં ક્રિકેટને ફરી શરૂ કરવા માગે છે, પરંતુ કોરોનાના કારણે અત્યારે ક્રિકેટ ફરી શરૂ કરવી મુશ્કેલ છે.

ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરે મહારાષ્ટ્રના બોઇસરમાં મે મહિનામાં ટ્રેનિંગ શરૂ કરી હતી, જ્યારે ઋષભ પંત અને સુરેશ રૈનાએ તાજેતરમાં ગાજિયાબાદમાં ટ્રેનિંગ શરૂ કરી છે. ચેતેશ્વર પુજારા, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી અને ઇશાંત શર્માએ પણ ટ્રેનિંગ શરૂ કરી દીધી છે.

ભારત તરફથી 29 ટેસ્ટ અને 120 વન-ડે મેચ રમનારા ઇરફાન પઠાણે જણાવ્યું હતું કે હું ફાસ્ટ બોલરોને લઇને ચિંતિત છું, તેઓને ફરીથી લય મેળવવા માટે ચારથી છ અઠવાડિયા સુધીનો સમય લાગી શકે છે. પઠાણે વધુમાં કહ્યું કે તમે 140 થી 150 કી.મી પ્રતિ કલાકની સ્પીડે બોલીંગ કરો છો, તેમજ એક બોલ ફેંકવા માટે તમે 25 કદમ દોડો છો અને તમે થોડીક ઓવર ફેંકો છો, તો તે બ્રેક બાદ મુશ્કેલ છે.

ઇરફાન પઠાણે કહ્યું કે વધારે બ્રેક મળવાને કારણે આપણું શરીર કડક થઇ જાય છે, ઈજાઓનું સંચાલન પણ મહત્વપૂર્ણ રહેશે, કારણ કે મને લાગે છે કે કોઇપણ ફાસ્ટ બોલરને લયમાં આવવા માટે ચાર કે છ અઠવાડિયાનો સમય લાગી શકે છે. જેથી ફાસ્ટ બોલરોએ સ્પિનરો તેમજ બેસ્ટ્મેનની તુલનામાં થોડું વધારે સતર્ક રહેવું પડશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.