ETV Bharat / sports

ફારુક એન્જિનિયરે કર્યો ગાવસ્કરનો બચાવ, કહ્યુ- ભારતીયોમાં સેન્સ ઓફ હ્યુમરનો અભાવ

ભારતના પૂર્વ વિકેટકીપર ફારુક એન્જિનિયરે પૂર્વ કેપ્ટન સુનિલ ગાવસ્કરનો બચાવ કરતા કહ્યું કે, "જો સુનીલે વિરાટ કોહલી અને અનુષ્કા વિશે કંઈપણ કહ્યું હોય, તો તે કોઈ રમૂજમાં હશે નહીં કે ખરાબ કે અભદ્ર."

sunil gavskar
sunil gavskar
author img

By

Published : Sep 27, 2020, 7:38 PM IST

નવી દિલ્હી: ભારતના પૂર્વ વિકેટકીપર ફારુક એન્જિનિયર પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરના સમર્થનમાં આવ્યા છે. જેમણે તાજેતરમાં જ વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માનું નામ લીધા બાદ વિરાટ કોહલીના ફોર્મ અંગે ચર્ચા કરવા માટે લોકોની ટીકાનો સામનો કરવો પડ્યો હતો.

ટ્વિટર પર, યૂઝર્સે ગાવસ્કર પર ઘણી ટિપ્પણીઓ કરી હતી. અનુષ્કા શર્માએ એક પોસ્ટમાં ગાવસ્કર પર પણ સવાલ કર્યા હતા. આ બધાના જવાબમાં ફારૂક એન્જિનિયરે કહ્યું કે, "ભારતીયોમાં રમૂજની ભાવનાનો અભાવ છે. જો સુનિલે વિરાટ કોહલી અને અનુષ્કા વિશે કંઇક કહ્યું છે, તો તે રમૂજી સ્વરમાં હશે નહીં કે ખરાબ કે અભદ્ર.

વિરાટ અને અનુષ્કા
વિરાટ અને અનુષ્કા

તેમણે કહ્યું, "હું ગાવસ્કરને ખૂબ સારી રીતે ઓળખું છું, તેથી હું કહી શકું છું કે જો તે કંઇક બોલ્યો હોય તો તે રમુજી સ્વરમાં કહ્યું હશે. મારા કિસ્સામાં પણ લોકોએ તેને ગંભીરતાથી લીધો અને અનુષ્કાએ નિવેદન બહાર પાડ્યું."

એન્જિનિયર પણ 2019ના વર્લ્ડ કપ દરમિયાન આવા જ વિવાદોમાંથી પસાર થયા હતા. ગાવસ્કરે પણ આ મામલે સ્પષ્ટતા કરી હતી અને કહ્યું હતું કે તેમના નિવેદનની ખોટી રજૂઆત કરવામાં આવી છે.

ગાવસ્કરે એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા કહ્યું કે, 'મેં તેમને (અનુષ્કા) ક્યાં દોષી ઠેરવ્યા? મેં શું લૈંગિકવાદી ટિપ્પણી કરી? હું ત્યારે જ વીડિયોનો ઉલ્લેખ કરી રહ્યો હતો, જ્યારે વિરાટ તેની પત્ની અનુષ્કા શર્મા સાથે તેમના એપાર્ટમેન્ટની બહાર પ્રેક્ટિસ કરી રહ્યો હતો. કોઈકે નજીકના મકાનમાંથી તે વીડિયો રેકોર્ડ કરી અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી. આ મેં કહ્યું છે.

ફારુક એન્જિનિયર
ફારુક એન્જિનિયર

આપને જણાવી દઈએ કે અગાઉ અનુષ્કાએ ગાવસ્કરના જવાબમાં ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરી હતી અને તેના નિવેદનમાં પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો.

તેમણે લખ્યું, "હું જાણું છું કે છેલ્લી મેચમાં મારા પતિના પ્રદર્શન પર ટિપ્પણી કરવા માટે તમારી પાસે ઘણા વધુ શબ્દો અને વાક્યો છે અથવા તો તમારા શબ્દો ત્યારે મહત્વના બનશે જ્યારે તમે મારું નામ લેશો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.