સચિન પોતે પણ આ ફૈનને મળવા માટે સામેથી બોલાવે છે અને તેને મેચની ટિકિટ આપે છે. ત્યાં સુધી કે, જ્યારે ભારતે 2011નો વલ્ડ કપ જીત્યો ત્યારે સચિને તેને બોલાવ્યો અને વલ્ડ કપ તેમના હાથમાં આપી દીધો હતો. આ વ્યકિતનું નામ સુધીર કુમાર ગૌતમ છે. અમારા સંવાદાતાએ તેની સાથે ખાસ વાતચીત કરી હતી.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
સુધીર સાથે વાતચીત કરતા તેણે જણાવ્યું હતું કે, ટી-20 સીરીઝની હાર બાદ ભારતે વન ડે સીરીઝમાં શાનદાર વાપસી કરી હતી.
સચિન વિશે પૂછવા પર સુધીરે જણાવ્યું કે, તે 2001થી મેદાન પર સચિનને જોવા માટે જાય છે. 2003માં સચિન સાથે તેમની પ્રથમ મુલાકાત થઈ હતી ત્યારથી તે ભારતીય ટીમનો ઉત્સાહ વધારવા માટે મેદાન પર જાય છે.
વધુમાં જણાવ્યું કે, ઈંગ્લેંડનાં વિશ્વ કપમાં પણ ભારતીય ટીમનો ઉત્સાહ વધારવા માટે મેદાન પર ગયો હતો.