ચેન્નઈ: કોરોના વાઇરસને કારણે લાંબા વિરામ બાદ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ટીમો 13મી ટૂર્નામેન્ટની તૈયારી કરી રહી છે. મહેન્દ્રસિંહ ધોની (39 વર્ષ) આગામી IPLમાં 3 વખતની ચેમ્પિયન CSKનું નૈતૃત્વ કરવા માટે તૈયાર છે. જેનું આયોજન 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી UAEમાં કરવામાં આવશે.
સિનિયર ખેલાડીઓ માટે લયમાં આવવું મુશ્કેલ બનશે તેવો સવાલ પૂછતાં બાલાજીએ આ વાતનો ઇનકાર કર્યો અને એક ન્યૂઝ એજન્સીને કહ્યું કે, મને નથી લાગતું કે તે એટલું મુશ્કેલ હશે. કારણ કે, તેમણે આખી જિંદગી આ રમત રમી છે. જેથી સિનિયર ખેલાડી આ રમતને સમજે છે. જે શ્રેષ્ઠ વાપસી માટે કામ આવશે.
તેમણે કહ્યું કે, અનુભવ ચોક્કસપણે મહત્વપૂર્ણ હશે. આ IPL જેવી મોટી ટૂર્નામેન્ટમાં સાબિત થઈ છે. કેપ્ટન ઉપરાંત ફ્રેન્ચાઇઝીમાં શેન વોટસન અને ડ્વેન બ્રાવો જેવા અનુભવી ખેલાડીઓ છે.
બાલાજીએ કહ્યું કે, ધોની પ્રક્રિયાને અનુસરનારા ખેલાડી છે. જેમાં તે ફેરફાર અને બહાર કાઢવાની જગ્યાએ તક અને 'એક્સપોઝર' આપવામાં વિશ્વાસ કરે છે. તેમણે કહ્યું કે, ધોની હંમેશાં સમર્થન કરનારા કેપ્ટન છે. તેમની કેપ્ટનશીપમાં કોઈ પ્રકારનો 'શોર્ટ કટ' નથી, પરંતુ બદલાવ કરવા અને બહાર નીકળવાના બદલે તે તકો આપવામાં અને 'એક્સપોઝર' કરવામાં વિશ્વાસ રાખે છે.