ETV Bharat / sports

ધોનીએ 2019ના વર્લ્ડકપ બાદ નિવૃત્તિ લેવાની જરૂર હતી : શોએબ અખ્તર - IPL

પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે કહ્યું કે, ધોનીને સન્માનજનક વિદાય મળવી જોઈએ. મને લાગે છે કે, 2019ના વર્લ્ડ કપ પછી આદરપૂર્વક નિવૃત્તિ લેવાની જરૂર હતી.

Dhoni stuck now, should have retired after 2019 World Cup: Shoaib Akhtar
શોએબ અખ્તરે કહ્યું- ધોનીએ 2019ના વર્લ્ડકપ બાદ નિવૃત્તિ લેવાની જરૂર હતી
author img

By

Published : Apr 12, 2020, 4:28 PM IST

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની નિવૃતિ વિશે વાત કરી હતી. આ અંગે અખ્તરે કહ્યું કે, "હું કોઈના કદને માપી રહ્યો નથી, પરંતુ ધોનીએ 2019ના વર્લ્ડ કપ પછી આદરપૂર્વક નિવૃત્તિ લેવાની જરૂર હતી. એ યોગ્ય સમય જ હતો.

અખ્તરે કહ્યું કે, ધોનીને શાનદાર વિદાય મળવી જોઈએ. ખરેખર ધોનીએ 2019ના વર્લ્ડ કપ બાદ ટીમથી બહાર નીકળી જવાની જરૂર હતી. ધોનીએ પોતાની શ્રેષ્ઠ ક્ષમતાનું પ્રદર્શન કર્યું છે. જેથી ધોનીને સમ્માનજનક વિદાય મળવી જોઈએ. મને સમજાતું નથી કે, ધોનીએ શા માટે પોતાના કરિયરને લંબાવ્યું છે. વર્લ્ડ કપ પછી જ ધોનીએ નિવૃત્ત લેવાની જરૂરી હતી. જો હું એ જગ્યાએ હોત તો મેં નિવૃત્તિ લઈ લીધી હોત.

MS ધોની IPLમાં ચેન્નઈ સુપર કિંગ્સ ટીમનો કેપ્ટન છે. કોરોના વાઈરસને કારણે 29 માર્ચે શરૂ થનારી ટૂર્નામેન્ટને 15મી એપ્રિલ સુધી મુલતવી રાખવામાં આવી છે. ભારતીય ટીમના પસંદગીકાર અને મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ ઘણી વાર કહ્યું છે કે, IPLમાં સારું પ્રદર્શન કરીને ધોની T​​-20 વર્લ્ડ કપ માટેની ટીમમાં સ્થાન મેળવી શકે છે. આ વર્લ્ડ કપ ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયામાં રમાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.