ETV Bharat / sports

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી ધોનીનો સંન્યાસ: ધોનીની યાદગાર ઇનિંગ્સ, જે ફેન્સ ક્યારેય ભૂલશે નહીં

ધોનીએ ભારત માટે ઘણી વખત મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી છે. આજે જ્યારે માહીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે ત્યારે જોઈએ ધોનીની કેટલીક યાદગાર ઇનિંગ્સ વિશે.

ETV BHARAT
HappyBirthdayDhoni: ધોનીની તે યાદગાર ઇનિંગ્સ, જે ફેન્સ ક્યારેય ભૂલશે નહીં
author img

By

Published : Jul 7, 2020, 3:35 AM IST

Updated : Aug 15, 2020, 8:25 PM IST

ન્યૂઝ ડેસ્ક: મહેન્દ્રસિંહ ધોની ભારતીય ક્રિકેટનું એ નામ છે, જેમણે ટીમને ઉંચાઈ પર પહોંચાડી છે. ધોની ભારત માટે 15 વર્ષથી વધુ ક્રિકેટ રમ્યો છે. તે એક સમયે ICC રેન્કિંગમાં ઘણા વર્ષો સુધી વનડે ક્રિકેટમાં શ્રેષ્ઠ બેટ્સમેન પણ રહ્યો છે.

ધોની વિશ્વ ક્રિકેટના શ્રેષ્ઠ ફિનિશર તરીકે ઓળખાય છે. તેમણે ભારત માટે ઘણી વખત મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી છે.

148 vs પાકિસ્તાન 2005

પોતાની પ્રથમ 4 વનડે ઇનિંગ્સમાં નિષ્ફળ ગયા પછી ધોનીએ વિશાખાપટ્ટનમમાં પાકિસ્તાન સામે રમવામાં આવેલા વનડેમાં સ્ટારની શરૂઆતનો સંકેત આપ્યો હતો. તેમણે માત્ર 123 બોલમાં 15 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 148 રનની જોરદાર ઇનિંગ્સ રમી હતી. ધોનીની ધમાકેદાર ઇનિંગ્સના આધારે ભારતે 50 ઓવરમાં 9 વિકેટના નુકસાને 356 રન બનાવ્યા હતા અને સરળતાથી 58 રને મેચ જીતી લીધી હતી.

ETV BHARAT
પાકિસ્તાન વિરુદ્ધ ધોની

183 v/s શ્રીલંકા 2005

2005માં જયપુરના સવાઈ માનસિંહ સ્ટિડિયમમાં રમવામાં આવેલા મેચમાં ધોનીએ પોતાના કરિયરનો શ્રેષ્ઠ સ્કોર બનાવ્યો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી શ્રીલંકાની ટીમે કુમાર સંગાકારાની સદીની મદદથી 298 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ધોનીએ 145 બોલમાં 183 રનની અણનમ ઇનિંગ્સ રમી ભારતને જીત અપાવી હતી. આ મેચમાં ધોનીએ 15 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકાર્યા હતા.

ETV BHARAT
2011 વર્લ્ડ કપ ફાઈનલ

139 v/s આફ્રિકા XI, 2007

2007માં એશિયા XI તરફથી રમતા ધોનીએ 97 બોલમાં 139 રનની તોફાની ઇનિંગ રમીને આફ્રિકા XIના બોલરોનો હંફાવી દીધા હતા. આ ઇનિંગ દરમિયાન ધોનીએ 15 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. ધોનીની આ ઇનિંગ્સના કારણે ભારતીય ટીમ 13 રને મેચ જીતી હતી.

ETV BHARAT
આફ્રિકા વિરુદ્ધ ધોની

91 vs શ્રીલંકા, 2011

વર્લ્ડ કપ 2011ના ફાઈનલ મેચમાં ભારત અને શ્રીલંકા ટકરાયાં હતા. શ્રીલંકાએ ભારત સામે 275 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. સચિન અને સહેવાગ આઉટ થવાથી ટીમ ઈન્ડિયા પર દબાણ વધ્યું હતું. ગૌતમ ગંભીરની 97 રનની ઇનિંગ્સ ભારતને ટ્રેક પર લાવી હતી, પરંતુ આને ફિનિશિંગ ટચ ધોનીએ પોતાની તૂફાની બેટિંગથી આપી હતી. ધોનીએ 79 બોલમાં 8 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 91 રનની અણનમ ઇંનિગ્સ રમી ભારતને વિશ્વ વિજેતા બનાવ્યું હતું. વાનખેડેમાં જે પ્રકારે ધોનીએ છગ્ગો ફટકારી ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું, તેને ક્રિકેટ ફેન્સ લગભગ ક્યારેય પણ નહીં ભૂલી શકે.

ETV BHARAT
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ

224 v/s ઓસ્ટ્રેલિયા, 2013

2012-13માં બોર્ડલ-ગાવસ્કર સીરીઝના પ્રથમ મેચમાં ધોનીએ ચેન્નઈમાં એમ.એ ચિદમ્બરમ મેદાનમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 265 બોલમાં 24 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી પોતાના ટેસ્ટ કરિયારની પ્રથમ અને એકમાત્ર બેવડી સદી ફટકારી હતી. ભારતીય ટીમે આ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે હરાવ્યું હતું.

ETV BHARAT
શ્રીલંકા વિરુદ્ધ

Last Updated : Aug 15, 2020, 8:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.