નવી દિલ્હીઃ સ્ટાર ઝડપી બોલર આશીષ નેહરાએ કહ્યું કે, આના માટે ટીમને લાંબો રસ્તો પસંદ કરવો પડશે. કોહલીના નૈતૃત્વમાં ભારતે 2018-19માં ઓસ્ટ્રેલિયામાં પોતાની પ્રથમ સિરિઝ જીતી હતી. જેના માટે ટીમને 7 દાયકા સુધી રાહ જોવી પડી હતી.
બરાબરી કરવા માટે ઘણી મંજીલ કાપવી પડશે
નેહરાએ એક શો દરમિયાન કહ્યું કે, આ ભારતીય ટીમને તે ઓસ્ટ્રેલિયાની ટીમ (સ્ટીવ વો અને પછી રિકી પોન્ટિંગના નૈતૃત્વ વાળી)ની બરાબરી કરવા માટે લાંબી સફર કાપવી પડશે.
તેમણે કહ્યું કે, તમે ઓસ્ટ્રેલિયાની ટીમ અંગે વાત કરી રહ્યો છો, જેમણે સળંગ 3 વર્લ્ડ કપ જીત્યા હતા અને પછી 1996ના ફાઈનલમાં પહોંચી હતી. તેમણે ઘરેલૂ અને વિદેશી જમીનમાં 18-19 ટેસ્ટ મેચ જીત્યા હતા.
નેતૃત્વમાં તેમની કામગીરી હજૂ શરૂ છે
41 વર્ષીય પૂર્વ ક્રિકેટરે કહ્યું, એવું નથી કે ભારતીય ટીમ ત્યાં સુધી પહોંચી શકતી નથી, પરંતુ મારૂં માનવું છે કે કોર ગ્રૂપ ખૂબ મહત્વનું છે. કોઈ પણ વ્યક્તિ ટેબલ પર બહુ બધા પકવાન જોઈને મુશ્કેલીમાં પડે છે. જેથી જરૂરી છે કે, ઓછા પણ સારા પકવાનની પસંદગી કરવામાં આવે.
પૂર્વ ઝડપી બોલરે કોહલીના નૈતૃત્વને લઇને પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા. તેમનું માનવું છે કે, વિરાટના નૈતૃત્વમાં હજૂ કામગીરી શરૂ છે. નેહરાએ કહ્યું કે, વિરાટ કોહલીની એક ખેલાડી તરીકે ઓળખ જરૂરી નથી. કારણ કે, તેમનો ગ્રાફ તમામ વસ્તુ દેખાડે છે.
તેમણે કહ્યું, ખેલાડી તરીકે વિરાટ જોરદાર કામગીરી કરી ચૂક્યા છે, પરંતુ મને લાગી રહ્યું છે કે, કેપ્ટન તરીકે હજૂ એમને ઘણી કામગીરી કરવાની બાકી છે.