નવી દિલ્હી: BCCIએ Indian Premier League IPLની સીઝન-13 માટે ટાઈટલ સ્પૉન્સરશીપની હરાજીની પ્રકિયા શરુ કરી દીધી છે. જે હેઠળ કંપની આ સ્પોન્સરશીપ માટે સૌથી મોટી બોલી લગાવશે, તેને આઈપીએલ-2020ના ટાઈટલનો સ્પૉન્સર બનવાનો અધિકાર મળશે. IPLની 13મી સીઝનની શરુઆત આ વર્ષ 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર વચ્ચે યુએઈમાં થઈ રહી છે.
તમને જણાવી દઈએ કે, BCCIએ વીવોના ટાઈટલ સ્પૉન્સરશીપનો કરાર રદ્દ કર્યો છે. ભારત-ચીન સરહદ પરના વિવાદને લઈ ભારતે ચીની સામાનનો બહિષ્કાર કર્યો છે. જેને લઈ ઈન્ડિયન પ્રીમિયર લીગ સીઝન-13 માટે તેમના ટાઈટલ સ્પૉન્સરશીપની BCCIએ વીવોના ટાઈટલ સ્પૉન્સરશીપનો કરાર રદ્દ કરવાનો નિર્ણય લીધો છે.
વીવોએ 2018માં 5 વર્ષ માટે Indian Premier League (IPL)ના ટાઈટલ સ્પૉન્સરશીપ મેળવી હતી. આ દરમિયાન કંપનીએ 2190 કરોડ રુપિયાની બોલી લગાવી હતી. વીવો હેઠળ દર વર્ષ BCCI અંદાજે 440 કરોડની ચૂકવણી કરતી હતી, તો IPL 2020ના ટાઈટલ સ્પૉન્સરશીપની રેસમાં કેટલીક ભારતીય કંપનીઓના નામ પણ સામે આવ્યા છે. જેમાં બાબા રામદેવની પંતજલિ આર્યુવેદ પણ સામેલ છે.