બીસીસીઆઇ દ્વારા આયોજીત કરવામાં આવેલી 88મી વાર્ષિક બેઠકમાં(AGM)માં આ નિર્ણય લેવામાં આવ્યો છે કે, અધ્યક્ષના કાર્યકાળમાં 9 મહિના સુધી વધારવામાં આવી શકે છે.
બીસીસીઆઇએ પોતાના અધિકારીઓના કાર્યકાળ સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. બોર્ડ આ નિર્ણય માટે સુપ્રિમ કોર્ટની પરવાનગી માગશે. બીસીસીઆઇ દ્વારા આ નિર્ણયથી ગાંગુલીના કાર્યકાળ વધારવાનો રસ્તો સાફ કરવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચોઃ ડેવિસ કપઃ ભારતે પાકિસ્તાનને 4-0થી હરાવ્યું, આગામી મુકાબલો ક્રોએશિયા સામે
અહીં મહત્વનું છે કે, સુપ્રિમ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવેલા બીસીસીઆઇના નવા કાયદા મુજબ કોઈ પણ અધિકારીએ બીસીસીઆઇ અને રાજ્ય સંઘ સાથે મળીને ત્રણ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરવામાં આવ્યો છે તો, તેને ત્રણ વર્ષ માટે બ્રેક લેવો પડે. ગાંગુલીએ 23 ઓક્ટોબરના રોજ બીસીસીઆઇના અધ્યક્ષ પદ સંભાળ્યું છે.