નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન BCCI અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની વચ્ચે આઇસોલેશનના મુદ્દો વિવાદનો વિષય બન્યો છે. મંગળવારે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના મુખ્ય કાર્યકારી અધિકારી નિક હોકલેએ કહ્યું કે, ભારતીય ટીમને અહીં પહોંચ્યા પછી એડિલેડમાં બે સપ્તાહ સુધી આઇસોલેશનમાં રહેવું પડશે.
હોકલેનું નિવેદન બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલીના નિવેદનથી બિલકુલ વિરુદ્ધ છે. તેમણે પહેલાંથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે, તે ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ટીમ માટે બે સપ્તાહના આઇસોલેશનની તરફેણમાં નથી.
ઓસ્ટ્રેલિયામાં આ વર્ષ ટી 20 વિશ્વ કપ સતાવાર સ્થગિત થયા બાદ હોકલેએ કહ્યું કે, બધા ખેલાડીઓ અને સહયોગી સ્ટાફને આઇસોલેશનના નિયમો હેઠળ પ્રેક્ટિસ કરવા માટે શ્રેષ્ઠ સુવિધા આપવામાં આવશે. અમે તે સુનિશ્ચિત કરવાનું કામ કરી રહ્યા છીએ કે, ખેલાડીઓને આઇસોલેશન દરમિયાન સારી તાલીમ અને સુવિધા મળે. જેથી તેઓ મેચ માટે સર્વશ્રેષ્ઠ રીતે તૈયાર થઈ શકે." તેમણે વધુમાં જણાવ્યું કે, અમે સ્વાસ્થ્ય નિષ્ણાંતો અને અધિકારીઓનું માર્ગદર્શન મેળવીશું. ખેલાડીઓને હોટલ અને મેદાનની નજીકની હોટલોમાં રહેશે. તેમજ સંક્રમણનું જોખમ ન રહે તેનું પણ ધ્યાન રાખવામાં આવશે.
એક મીડિયા હાઉસના જણાવ્યા અનુસાર ભારતીય ટીમના ખેલાડી જ નહીં પરંતુ IPL માંથી પાછા ફરેલા ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરોને પણ આઇસોલેશનમાં રહેવું પડશે. હોકલેએ કહ્યું કે, ભારતમાં કોવિડ-19 મહામારી ઝડપથી ફેલાઇ રહી છે, ત્યારે અહીં આવનારી ટીમોને સરકાર અને આઇસીસી દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા નિયમોનું પાલન કરવું પડશે.