પ્રાપ્ત વિગતો મુજબ, આ બહિષ્કારમાં બાંગ્લાદેશની ટેસ્ટ અને ટી20 આંતરરાષ્ટ્રીય ટીમના કેપ્ટન શાકિબ અલ હસન અને મહમુદુલ્લાહ જેવા સિનિયર ખેલાડીઓ પણ સામેલ હતા. ક્રિકેટરોના વિરોધની શરુઆત ગયા મહિને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના એ નિર્ણયથી શરૂ થઈ હતો, જેમાં બાંગ્લાદેશ પ્રીમિયર લીગના ફ્રેન્ચાઇઝી આધારિત મોડેલને રદ કરવામાં આવ્યું હતું.
જણાવી દઈએ કે, બાંગ્લાદેશી ખેલાડીઓએ તેમની 11 માગનું લીસ્ટ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને આપી દીધું છે. આ માગમાં ફ્રેન્ચાઇઝી મોડેલને ફરીથી લાવવાની માગ પણ સામેલ છે. ફ્રેન્ચાઇઝી મોડેલ રદ થવાને કારણે ક્રિકેટરોની કમાણી પર અસર થઈ છે. જેના કારણે તેઓ બોર્ડના આ નિર્ણય પર વિરોધ કરી રહ્યા છે.
આ માસથી શરૂ થયેલી ફર્સ્ટ ક્લાસ સ્પર્ધાની મેચ ફીમાં પણ વધારો ન થતાં ખેલાડીઓનો રોષ વધ્યો હતો. બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને પણ બોર્ડના આ વલણ સામે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યુ કે, ખેલાડીઓનું દબાણ કરવામાં આવી રહ્યું છે. શાકિબની આ વાતને ખેલાડીઓનું પણ સમર્થન મળ્યું હતુ. જો કે આ ટીકા પર બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે કોઈ પ્રતિક્રિયા આપી નહોંતી.