ETV Bharat / sports

ઈંગ્લેન્ડ સામે 5 વિકેટ લઈ અક્ષર પટેલનું નામ સૌથી વધારે વિકેટ લેનારા બોલરોમાં સામેલ

ચેન્નઈના એમ. એ. ચિદમ્બરમ્ સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ સામે રમાયેલી બીજી ટેસ્ટમાં ભારતીય ટીમના સ્પિનર અક્ષર પટેલે પોતાની પહેલી જ ટેસ્ટમાં પાંચથી વધારે વિકેટ ઝડપી લીધી છે. આ સાથે જ અક્ષર 5થી વધુ વિકેટ લેનારા છઠ્ઠા ભારતીય બોલર બની ગયા છે. જોકે, અક્ષર પટેલે ભારતીય ટીમ સુધી પહોંચવા માટે ઘણો સંઘર્ષ કર્યો છે. અક્ષર કેવી રીતે જિલ્લા સ્તરથી ભારતીય ટીમ સુધી પહોંચ્યા તે અંગે વધુ માહિતી જોઈએ આ અહેવાલમાં.

ઈંગ્લેન્ડ સામે 5 વિકેટ લઈ અક્ષર પટેલનું નામ સૌથી વધારે વિકેટ લેનારા બોલરોમાં સામેલ
ઈંગ્લેન્ડ સામે 5 વિકેટ લઈ અક્ષર પટેલનું નામ સૌથી વધારે વિકેટ લેનારા બોલરોમાં સામેલ
author img

By

Published : Feb 17, 2021, 8:46 AM IST

  • ચેન્નઈમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાઈ
  • અક્ષર પટેલે સૌથી વધારે 5 વિકેટ ઝડપી ટીમને અપાવી સફળતા
  • અક્ષરે ડેબ્યુ મેચમાં જ આટલું સારું પ્રદર્શન કરી લોકોને અચંબિત કર્યા

નવી દિલ્હીઃ ગુજરાતના નડીયાદ શહેરમાં રહેતા લેફ્ટ આર્મ સ્પિનર અક્ષર પટેલના માતાપિતાએ સ્કૂલમાં સારા નંબરે પાસ થવા છતાં પોતાના દીકરાને ક્રિકેટમાં જવાનો વિકલ્પ આપ્યો હતો, જેનું પરિણામ આજે જોઈ શકાય છે. આજે અક્ષર પટેલે પોતાની ડેબ્યૂ ટેસ્ટ મેચમાં સફળતા મેળવી માતાપિતાના વિશ્વાસને જાળવી રાખ્યો છે. અક્ષર પટેલે પોતાની પહેલી ટેસ્ટમાં પાંચથી વધારે વિકેટ લેનારા છઠ્ઠા ભારતીય બોલર બની ગયા છે. 27 વર્ષીય પટેલે ચેન્નઈમાં એમ. એ. ચિદમ્બરમ્ સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ સામે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ચોથા દિવસે એટલે કે મંગળવારે બીજી ઈનિંગમાં 60 રન આપીને 5 વિકેટ મેળવી હતી.

અક્ષર ભણવામાં હોંશિયાર હતો અને સારા નંબરે પાસ થતો હતો

અક્ષરના પિતા ઈચ્છતા હતા કે તેમનો દીકરો એન્જિનિયર બને, પરંતુ 1996-2015 સુધી ખેડા જિલ્લા ક્રિકેટના સચિવ અને સહસચિવ સંજય પટેલ જ હતા, જેમણે અક્ષરના પિતાને મનાવ્યા કે લેફ્ટ આર્મ સ્પિનરે ક્રિકેટ પર જ ધ્યાન આપવું જોઈએ. સંજય પટેલે નડીયાદ જિલ્લાથી એક સમાચાર એજન્સી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અક્ષર ભણવામાં હોંશિયાર હતો અને સારા નંબરે પાસ થતો હતો. તેમના માતાપિતા ઈચ્છતા હતા કે તે એન્જિનિયર બને. દરેક માતાપિતા ઈચ્છે છે કે તેમના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બને. મેં તેમના પિતા સાથે વાત કરી અને હું તેમના જવાબથી ખુશ થયો હતો. તેમણે પોતાના દીકરા માટે ભણવાથી વધારે ક્રિકેટને મહત્ત્વ આપ્યું.

અક્ષર જિલ્લા સ્તર પર મેન ઓફ ધ સિરીઝ રહી ચૂક્યા છે

સંજય પટેલે અક્ષર પટેલને 14 વર્ષની ઉંમરથી જ કોચિંગ આપવાનું શરૂ કરી દીધું હતું. અક્ષર જિલ્લા સ્તર પર મેન ઓફ ધ સિરીઝ રહી ચૂક્યા છે. તેમણે બેસ્ટ બેટ્સમેન અને બેસ્ટ ડાબોળી બોલરનો પુરસ્કાર પણ મેળવ્યો હતો. અક્ષરે લેફ્ટ આર્મ સ્પિન બોલિંગ પણ શરૂ કરી દીધું હતું. અક્ષરની ઉંમર જ્યારે 17-18 વર્ષની હતી ત્યારે તેમણે બેંગલુરુમાં રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીમાં 21 દિવસીય કેમ્પમાં ભાગ લીધો હતો. કોચ પટેલ માટે આ ખૂબ મોટી વાત હતી. કારણ કે, તેમના વોર્ડથી અત્યાર સુધી કોઈ રાજ્ય સ્તરીય કેમ્પમાં ગયું ન હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.