હૈદરાબાદ: પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે દાવો કર્યો છે કે, વીરેન્દ્ર સેહવાગે તેને ક્યારેય કહ્યું નહીં કે, તારો બાપ નોન-સ્ટ્રાઈક પર ઉભો છે, તેને કે હુક શૉટ મારે. ‘બાપ બાપ હોતા હૈ’ વાળી વાત તેને જાતે ઉપજાવી કાઢેલી છે.
લગભગ એક દાયકા પહેલા એક ટીવી કાર્યક્રમમાં રમતના એવોર્ડ શો દરમિયાન સેહવાગે પાકિસ્તાન સાથેની ટેસ્ટ મેચ અંગે સ્ટેજ પર શાહરૂખ ખાન અને સુનિલ ગાવસ્કર સાથેની એક ઓન ફીલ્ડ ઘટના વિશે વાત કરી રહી હતી. જ્યારે શોએબ અખ્તર રાવલપિંડી એક્સપ્રેસ સાથે સ્લેજિંગની ઘટનાનો ઘટી હતી.
સહેવાગે કહ્યું કે, તે બેટિંગ માસ્ટર સચિન તેંડુલકરની સાથે પીચ પર હતો, અને જ્યારે તે 200ની નજીક હતો, ત્યારે શોએબ અખ્તર તેની સાથે માઈન્ડ ગેમ રમવાનું નક્કી કર્યું હતું.
અખ્તરે તેની બોલિંગ બદલી નાખી અને બાઉન્સરો પર બાઉન્સર નાખવાનું શરૂ કર્યું અને દરેક બોલ પછી તે કહેતો હતો કે, ‘હૂક માર કે દિખા’ તેને ઉશ્કેરતો હતો.
સેહવાગને ખબર પડી કે અખ્તર આટલેથી અટકવાનો નથી, ત્યારે નોન-સ્ટ્રાઈક પર રહેલા સચિન તેંડુલકરનો ઉલ્લેખ કરતા અખ્તરને કહ્યું, 'વો તેરા બાપ ખડા હે નો સ્ટ્રાઈક પે, ઉસ કો બોલ વો હુક માર કે દિખાયેગા. (નોન સ્ટ્રાઈક તારો બાપ ઉભો છે, તેમને કે, તેમને હુક મારશે).
પછીની ઓવરમાં જ્યારે અખ્તરે તેંડુલકરને બાઉન્સર ફેંક્યો અને તે બોલને સચીને બોલને બાઉન્ડ્રીની બહાર નાખી સિક્સ મારી હતી. ત્યારે સેહવાગે કહ્યું કે, બેટા બેટા હોતા હે, ઓર બાપ બાપ હોતા હૈ.
શોએબ અખ્તરે સેહવાગની આ વાતને વારંવાર નકારી કાઢતા કહે છે કે, આ ઘટના ક્યારેય બની જ નથી. ભારતે આ આખી ઘટના ઉપજાવી કાઢી છે.