ETV Bharat / sports

Ranji Trophy Final: સૌરાષ્ટ્રના બોલરોની સામે બંગાળ 174 રનમાં ઓલઆઉટ - શાહબાઝ અહેમદે સૌથી વધુ રન બનાવ્યા

બંગાળ અને સૌરાષ્ટ્ર વચ્ચે રણજી ટ્રોફીની ફાઈનલ મેચ રમાઈ હતી. જેમાં સૌરાષ્ટ્રે બંગાળને 174 રનમાં ઓલઆઉટ કરી દીધું હતી. સૌરાષ્ટ્ર તરફથી જયદેવ અને ચેતને 3-3 વિકેટ લીધી હતી. જ્યારે ધર્મેન્દ્ર સિંહ અને જાડેજાને બે-બે વિકેટ મળી હતી.

સૌરાષ્ટ્રના બોલરોની સામે બંગાળ 174 રનમાં ઠપ્પ, જયદેવ-ચેતને 3-3 વિકેટ લીધી

author img

By

Published : Feb 16, 2023, 6:26 PM IST

કોલકાતા: રણજી ટ્રોફી 2023ની ફાઈનલ મેચ બંગાળ અને સૌરાષ્ટ્ર વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાન પર રમાઈ હતી. સૌરાષ્ટ્રના કેપ્ટન જયદેવ ઉનડકટે ટોસ જીતીને બંગાળને પોતાની ધરતી પર પ્રથમ બેટિંગ કરવાની તક આપી હતી. બેટિંગ કરવા ઉતરેલી બંગાળની ટીમ સૌરાષ્ટ્રના બોલરો સામે લાંબો સમય ટકી શકી ન હતી અને બંગાળના બેટ્સમેનો એક પછી એક પેવેલિયન પરત ફરતા રહ્યા હતા. બંગાળના બે મિડલ ઓર્ડર બેટ્સમેન સિવાય કોઈ પણ બેટ્સમેન વધુ રન બનાવી શક્યો નહોતો.

આ પણ વાંચો: Cheteshwar Pujara : 100મી છેલ્લી ટેસ્ટ મેચની અટકળો વચ્ચે પુજારાનું નિવેદન

બંગાળની ટીમ માત્ર 174 રનમાં જ આઉટ: બંગાળની બેટિંગ ઈડન ગાર્ડન્સ મેદાનમાં સૌરાષ્ટ્રના બોલરોની સામે બંગાળની ટીમ માત્ર 174 રનમાં જ આઉટ થઈ ગઈ હતી. મેચની પહેલી જ ઓવરમાં સૌરાષ્ટ્રને સફળતા મળી હતી. કેપ્ટન જયદેવ ઉનડકટે મેચની પ્રથમ ઓવર ફેંકી અને ઓવરના 5માં બોલ પર અભિમન્યુ (4 બોલમાં 0 રન)ને આઉટ કર્યો. આ પછી ચેતન સાકરિયાએ બીજી ઓવર નાખી અને સામંથા ગુપ્તા (3 બોલમાં 1 રન) અને સુદીપ કુમાર (2 બોલમાં 0 રન)ને આઉટ કરીને સૌરાષ્ટ્રને સારી શરૂઆત અપાવી હતી. એ જ રીતે બંગાળના બેટ્સમેનો એક પછી એક મેદાન છોડીને જતા રહ્યા. પરિણામ એ આવ્યું કે બંગાળની આખી ટીમ 54.1 ઓવરમાં સમેટાઈ ગઈ. બંગાળે કુલ 174 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો: Deepti Sharma Records : શર્માની T20I માં 100 વિકેટ પૂરી, પ્રથમ ભારતીય મહિલા ખેલાડી

શાહબાઝ અહેમદે સૌથી વધુ રન બનાવ્યા: બંગાળ તરફથી શાહબાઝ અહેમદે સૌથી વધુ રન બનાવ્યા હતા. શાહબાઝે 112 બોલમાં 69 રન બનાવ્યા હતા. તેણે ઇનિંગમાં 11 ચોગ્ગા ફટકાર્યા હતા. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 61.60 હતો. આ સિવાય ટીમ તરફથી અભિષેક પોરેલે 98 બોલમાં 50 રન બનાવ્યા હતા. તેણે ઇનિંગમાં 8 ચોગ્ગા ફટકાર્યા હતા. તેનો સ્ટ્રાઈક રેટ 51.02 હતો. આ સિવાય બંગાળનો એકપણ બેટ્સમેન અજાયબી બતાવી શક્યો નહોતો. સૌરાષ્ટ્ર તરફથી કેપ્ટન જયદેવ ઉનડકટ અને ચેતન સાકરિયાએ 3-3 વિકેટ ઝડપી હતી. જ્યારે ચિરાગ અને ધર્મેન્દ્રસિંહ જાડેજાને બે-બે વિકેટ મળી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.