ETV Bharat / sports

Australia odi squad: ODI સિરીઝ માટે ઓસ્ટ્રેલિયાની ટીમની જાહેરાત, જાણો ક્યા ખેલાડીઓને મળ્યું સ્થાન - Australia odi squad

બોર્ડર ગાવસ્કર શ્રેણી બાદ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી રમાશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ શ્રેણી માટે ટીમની જાહેરાત કરી છે. ઓસ્ટ્રેલિયાની ટીમ ચાર ટેસ્ટ મેચ રમવા માટે ભારત આવી છે. ઓસ્ટ્રેલિયાના સ્ટાર ખેલાડી મિશેલ માર્શ અને મેક્સવેલ બંને સર્જરી કરાવ્યા બાદ ટીમમાં વાપસી કરી રહ્યા છે.

australia squad for odi series in india
australia squad for odi series in india
author img

By

Published : Feb 23, 2023, 11:02 AM IST

નવી દિલ્હી: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 17 માર્ચથી ત્રણ વનડે સિરીઝ રમાશે. ઓસ્ટ્રેલિયાએ આ શ્રેણી માટે 16 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. જ્યે રિચર્ડસન, ગ્લેન મેક્સવેલ અને મિશેલ માર્શને ઓસ્ટ્રેલિયાની ટીમમાં સ્થાન મળ્યું છે. ઓસ્ટ્રેલિયાની ટીમ ચાર ટેસ્ટ મેચ રમવા માટે ભારત આવી છે. પેટ કમિન્સની કેપ્ટન્સીમાં કાંગારૂઓ બે ટેસ્ટ મેચ હારી ચૂક્યા છે.

  • SQUAD: Glenn Maxwell and Mitch Marsh are set to return to Australian colours for the three-match ODI series against India in March pic.twitter.com/tSePIVUQ0W

    — Cricket Australia (@CricketAus) February 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

IND vs AUS: ભારતે નાગપુરમાં રમાયેલી પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને એક ઇનિંગ અને 132 રને હરાવ્યું હતું. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા દિલ્હીમાં બીજી મેચ 6 વિકેટથી હારી ગયું હતું. ભારતીય સ્પિનરો સામે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો બેટિંગ કરી શકતા નથી. ત્રીજી ટેસ્ટ મેચ 1-5 માર્ચ દરમિયાન ઈન્દોરમાં રમાશે જ્યારે ચોથી મેચ 9-13 માર્ચ દરમિયાન અમદાવાદમાં રમાશે. ટેસ્ટ શ્રેણી પછી, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ વનડે રમાશે.

મેક્સવેલ-માર્શની વાપસી: ઓસ્ટ્રેલિયાના સ્ટાર ખેલાડી મિશેલ માર્શ અને મેક્સવેલ બંને સર્જરી કરાવ્યા બાદ ટીમમાં વાપસી કરી રહ્યા છે. ગ્લેન મેક્સવેલ આ અઠવાડિયે શેફિલ્ડ શીલ્ડમાં વિક્ટોરિયા માટે રમી રહ્યો છે અને માર્શ આ સપ્તાહના અંતમાં વન-ડે કપમાં વેસ્ટર્ન ઑસ્ટ્રેલિયા માટે રમે તેવી સંભવના છે. ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર ઝે રિચર્ડસન પણ ઈજા બાદ સ્વસ્થ થઈને પાછો ફર્યો છે.

ભારત વિ ઓસ્ટ્રેલિયા સિરીઝ શેડ્યૂલ:

  1. પ્રથમ મેચ - 17 માર્ચ - વાનખેડે સ્ટેડિયમ - મુંબઈ, સમય સાંજે 7 વાગ્યે
  2. બીજી મેચ - 19 માર્ચ - વાયએસ રાજશેખર રેડ્ડી સ્ટેડિયમ, વિઝાગ, સમય સાંજે 7 વાગ્યે
  3. ત્રીજી મેચ - 22 માર્ચ - એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ, ચેન્નાઈ, સમય સાંજે 7 વાગ્યે

ઓસ્ટ્રેલિયાની વનડે ટીમ: પેટ કમિન્સ (સી), સીન એબોટ, એશ્ટન અગર, એલેક્સ કેરી, કેમેરોન ગ્રીન, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિસ, માર્નસ લાબુશેન, મિચેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, ઝે રિચર્ડસન, સ્ટીવ સ્મિથ, મિચેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઈનિસ, ડેવિડ વોર્નર , આદમ ઝમ્પા.

ભારતીય વનડે ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ, ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, મોહમ્મદ શમી, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, શાર્દુલ ઠાકુર, જયદેવ ઉનડકટ, અક્ષર પટેલ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.