- શ્રીલંકામાં યોજાનાર એશિયા કપ રદ કરવામાં આવ્યો
- વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ટુર્નામેન્ટ જૂનમાં નહીં યોજાય
- એશિયન ક્રિકેટ કાઉન્સિલની હજી ઔપચારિક જાહેરાત કરવાની બાકી
કોલંબો : કોરોના મહામારીના વધતા જતા કેસોને કારણે બુધવારે પાકિસ્તાનને બદલે શ્રીલંકામાં યોજાનાર એશિયા કપ રદ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : આજના જ દિવસે સચિન તેંડુલકરે 100મી સદી ફટકારી હતી
ટૂર્નામેન્ટનું આયોજન કરવું મુશ્કેલ
2018માં છેલ્લી વખત એશિયા કપ જૂનમાં યોજાવાનો હતો. પરંતુ શ્રીલંકા ક્રિકેટના CEO ઇશલે ડીસિલ્વાએ જાહેરાત કરી કે, તેમના માટે આ ટૂર્નામેન્ટનું આયોજન કરવું મુશ્કેલ હતું. ડીસિલ્વાએ જણાવ્યું હતું કે, "વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ ટુર્નામેન્ટ જૂનમાં યોજાશે નહીં."
આ પણ વાંચો : શું IPLની બધી જ 60 મેચોનું આયોજન કરવા પર BCCI વિચાર કરી રહ્યુ છે?
આ ટૂર્નામેન્ટ 2023 વનડે વર્લ્ડ કપ પછી જ શક્ય બનશે
ટૂર્નામેન્ટ પ્રથમ પાકિસ્તાનમાં યોજાવાની હતી. પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચેના રાજકીય તણાવને કારણે ભારતીય ટીમનું જવું શક્ય ન હતું. તેથી શ્રીલંકામાં યોજવાનુ નક્કી કરવામાં આવ્યું હતું." આ ટૂર્નામેન્ટ 2023 વનડે વર્લ્ડ કપ પછી જ શક્ય બનશે. BCCIના સેક્રેટરી જય શાહના નેતૃત્વ હેઠળની એશિયન ક્રિકેટ કાઉન્સિલની હજી ઔપચારિક જાહેરાત કરવાની બાકી છે.