કોલંબો: કુસલ મેન્ડિસની અડધી સદી બાદ, ચરિથ અસલંકાની ધીરજપૂર્વકની ઇનિંગ્સના કારણે શ્રીલંકાએ રોમાંચક મેચમાં પાકિસ્તાનને ડકવર્થ લુઈસ પદ્ધતિ હેઠળ 2 વિકેટથી હરાવીને એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. શ્રીલંકાનો મુકાબલો રવિવારે ભારત સામે થશે. વરસાદના કારણે 42 ઓવરની મેચ રમાઈ હતી.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
પાકિસ્તાનનો પ્રથમ દાવઃ પાકિસ્તાન તરફથી મોહમ્મદ રિઝવાને 73 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 86 રનની અણનમ ઈનિંગ રમવા ઉપરાંત ઈફ્તિખાર અહેમદ 47 રન, 40 બોલ, 4 ચોગ્ગા, 2 છગ્ગા સાથે મળીને છઠ્ઠી વિકેટ માટે 108 રન જોડ્યા હતા. પાકિસ્તાનનો સ્કોર 7 વિકેટ પર 252 રન સુધી પહોંચી ગયો હતો. આ બંનેની ભાગીદારીથી પાકિસ્તાન છેલ્લી 10 ઓવરમાં 102 રન જોડવામાં સફળ રહ્યું હતું. ઓપનર અબ્દુલ્લા શફીકે પણ 69 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 52 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી મેથિસા પથિરાના સૌથી સફળ બોલર રહ્યો હતો, જેણે 65 રનમાં ત્રણ વિકેટ લીધી હતી. પ્રમોદ મદુસને 58 રનમાં 2 વિકેટ લીધી હતી.
લક્ષ્યાંકનો પીછો કરતા શ્રીલંકાઃ શ્રીલંકાને ડકવર્થ લુઈસ નિયમ પ્રમાણે 252 રનનો ટાર્ગેટ મળ્યો હતો. પાકિસ્તાનના 252 રનના લક્ષ્યાંકનો પીછો કરતા શ્રીલંકાએ છેલ્લા બોલે મેન્ડિસના 87 બોલમાં આઠ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 91 રન અને સમરવિક્રમ (48) સાથે ત્રીજી વિકેટની 100 રનની ભાગીદારીથી આઠ વિકેટે 252 રન બનાવીને જીત મેળવી હતી. અસલંકાએ 47 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી અણનમ 49 રન ફટકારીને ટીમને ટાર્ગેટ સુધી પહોંચાડી હતી.
-
The Men in Green fought hard and delivered some brilliant performances but couldn't quite get over the line! 😐#AsiaCup2023 #PAKvSL pic.twitter.com/2yJXklCwd2
— AsianCricketCouncil (@ACCMedia1) September 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">The Men in Green fought hard and delivered some brilliant performances but couldn't quite get over the line! 😐#AsiaCup2023 #PAKvSL pic.twitter.com/2yJXklCwd2
— AsianCricketCouncil (@ACCMedia1) September 14, 2023The Men in Green fought hard and delivered some brilliant performances but couldn't quite get over the line! 😐#AsiaCup2023 #PAKvSL pic.twitter.com/2yJXklCwd2
— AsianCricketCouncil (@ACCMedia1) September 14, 2023
42 ઓવરોની મેચ રમાઈ: વરસાદના કારણે મેચની શરૂઆત વિલંબમાં થઈ હતી, જેના કારણે તેને 45 ઓવરની કરવામાં આવી હતી. મેચની મધ્યમાં ફરી વરસાદ પડ્યો હતો જેના કારણે મેચની ઓવરોની સંખ્યા ફરી 42 થઈ ગઈ હતી.
આ પણ વાંચોઃ