- પાકિસ્તાનમાં ક્રિકેટ ખેલાડીઓના પગારમાં 250 ટકાનો વધારો
- ગ્રુપ ડીના ખેલાડીઓ પગાર વધારાના સૌથી મોટા લાભાર્થી
- હવે તેમના પગારમાં એક લાખનો વધારો થયો
ન્યૂઝ ડેસ્ક: ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં ક્રિકેટ ખેલાડીઓના પગારમાં 250 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ગ્રુપ ડીના ખેલાડીઓ પગાર વધારાના સૌથી મોટા લાભાર્થી રહેશે. તેમનો માસિક પગાર 40,000 પાકિસ્તાની રૂપિયા એટલે કે લગભગ 17,000 ભારતીય રૂપિયા હતો. હવે તેમના પગારમાં એક લાખનો વધારો થયો છે એટલે કે હવે આ ખેલાડીઓને એક લાખ 40 હજાર પાકિસ્તાની રૂપિયા મળશે.
ખેલાડીની સેલરીમાં એક લાખનો વધારો
દરેક ખેલાડીની સેલરીમાં એક લાખનો વધારો કર્યો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના નવા ચીફ રમીઝ રાઝાએ જણાવ્યું હતું કે, ઘરેલુ ખેલાડીઓના પગારમાં એક લાખ રૂપિયાનો વધારો તાત્કાલિક ધોરણે લાગુ કરવામાં આવ્યો છે. આનાથી 192 ઘરેલુ ક્રિકેટરોને ફાયદો થવા લાગ્યો છે. આ સાથે ફર્સ્ટ ક્લાસ અને ગ્રેડ સ્પર્ધાના ક્રિકેટરો હવે દર મહિને 1.4 લાખથી 2.5 લાખ રૂપિયાની કમાણી કરી શકશે.
PCBએ કહ્યું- ટીમમાં સ્થાનની ચિંતા ન કરો ખુલીને રમો
એ જ રીતે ગ્રેડ એના ખેલાડીઓને 13.75 લાખને બદલે 14.75 લાખ, ગ્રેડ બીના ખેલાડીઓને 9.37 લાખને બદલે 10.37 લાખ અને ગ્રેડ સીના ખેલાડીઓને 6.87 લાખને બદલે 7.87 લાખ પાકિસ્તાની રૂપિયા મળશે. PCBએ કહ્યું- ટીમમાં સ્થાનની ચિંતા ન કરો ખુલીને રમો PCB પ્રમુખે કહ્યું કે તેઓ ઇચ્છે છે કે, રાષ્ટિય ક્રિકેટર કોઈ પણ બાબતની ચિંતા વગર રમે. ખેલાડીઓને ટીમમાં પોતાના સ્થાનને લઈને ચિંતા ન કરવી જોઈએ અને નીડર બની રમવું જોઈએ.
રમીઝ રાઝાએ પત્રકારોના સવાલોના જવાબ આપ્યા
ટી-20 વર્લ્ડકપમાં ભારત સામેની મેચમાં જીતનો દાવોરમીઝ રાઝાને ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી-20 વર્લ્ડકપમાં દુબઈમાં 24 ઓક્ટોબરે રમાનારી મેચ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હું ટીમના ખેલાડીઓને મળ્યો તો તેમને કહ્યું છે કે, આ વખતે સમીકરણ બદલી નાંખો. ભારત સામેની મેચને લઈને ટીમે 100 ટકા તૈયાર રહેવું જોઈએ અને તે મેચમાં સારુ પ્રદર્શન કરવું જોઈએ. રમીઝ રાઝાએ પત્રકારોના સવાલોના જવાબ આપતા કહ્યું કે ભારત સાથે દ્રિપક્ષિય સિરીઝ વર્તમાન સમયમાં સંભવ નથી. તેમણે કહ્યું કે, રાજકારણનો રમત પર ગંભીર પ્રભાવ પડ્યો છે. અમે આ બાબતમાં કોઈ ઉતાવળ કરીશું નહીં.