નવી દિલ્હી: ભારતીય શટલર સાઈના નહેવાલ અને પારૂપલ્લી કશ્યપના મતે કોરોના વાયરસના લીધે ટોક્યો ઑલિમ્પિકના ક્વોલિફાઈ ટૂર્નામેન્ટન રદ્દ થવાના કારણે આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન મહાસંઘે ક્વોલિફિકેશનનો સમય વધારવો જોઈએ.
![ઑલિમ્પિક](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6256647_4.jpg)
જીવલેણ કોરોના વાયરસ સાથે જોડાયેલી ચિંતાઓના કારણે અત્યાર સુધી 4 ઑલિમ્પિક ક્વોલિફાઈ સ્પર્ધા રદ્દ થઈ છે. જેમાં ચીન માસ્ટર્સ, વિયતનામ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા, જર્મન ઓપ અને પોલિશ ઓપન સામેલ છે.
સાઈનાએ બીડબલ્યૂએફ અને આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક સમિતિને ટેગ કરીને કરેલું ટ્વીટ....
પારૂપલ્લી કશ્યપનું ટ્વીટ....
![પારૂપલ્લી કશ્યપનું ટ્વીટ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6256647_1.jpg)
ચીનના વુહાન શહેરમાં ફેલાયેલા ઘાતક કોરોના વાયરસથી અત્યાર સુધી 3000 જેટલા લોકોના મોતના મુખમાં ધકેલાઈ ગયા છે. જ્યારે વિશ્વના 83,000 લોકો તેનાથી અસરગ્રસ્ત છે.
બીડબલ્યૂએફે શુક્રવારે કહ્યું હતું કે, હાલમાં ઑલિમ્પિક ક્વોલિફિકેશન સમયને બદલવાનો કોઈ પ્રસ્તાવ નથી.
![સાઈના નહેવાલનું ટ્વીટ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6256647_2.jpg)