- શોના હોસ્ટ સલમાન ખાને વિજેતાનું નામ કર્યું જાહેર
- રૂબીના દિલેક જાણીતી ટીવી એક્ટ્રેસ છે
- દર્શકોની અટકળોને સાચી સાબિત કરી વિજેતાનું નામ જાહેર કરાયું
મુંબઈઃ દર્શકોની અટકળોને સાચી સાબિત કરતા આખરે બીગબોસે પોતાના શૉના 14મા વિજેતાનું નામ જાહેર કરી દીધું છે. શૉના તમામ કન્ટેસ્ટન્ટને મ્હાત આપીને રૂબીના દિલેક બની છે બીગબોસ-14ની વિજેતા. શોના હોસ્ટ સલમાન ખાને રૂબીનાનું નામ જાહેર કર્યું હતું. આના કારણે રૂબીનાના ફેન્સમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
રૂબીના ઘણી વાર શૉની હાઈલાઈટ રહી
રૂબીની દિલેકે શો દરમિયાન સારું પ્રદર્શન કર્યું છે. તે પતિ અભિનવ શુક્લા સાથે અહીં આવી હતી. તે ઘણી વાર શૉની હાઈલાઈટ પણ રહી છે. તેની પર્સનાલિટીને જોઈને આ ટ્રોફી આપવામાં આવી છે. 140 દિવસ ચાલેલા આ શૉને લઈને દર્શકોએ પોતાની પ્રતિક્રિયા આપી હતી.