- પ્રખ્યાત કન્નડ ટીવી અભિનેત્રી સૌજન્યાએ આત્મહત્યા કરી
- અભિનેતા સુશાંત સિંહે પણ કોઈ કારણોસર કરી હતી આત્મહત્યા
- અગાઉ બોલિવૂડના અનેક કાલાકારો કરી ચૂક્યા છે આત્મહત્યા
નવી દિલ્હી : બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે (Sushant Singh Rajput) મુંબઈના બાંદ્રા સ્થિત પોતાના ઘરે આત્મહત્યા કરી હતી. તેણે શા માટે આત્મહત્યા કરી તે હજુ સ્પષ્ટ થયુ નથી. સુશાંત સિંહ રાજપૂતે બોલિવૂડની ઘણી મોટી ફિલ્મોમાં પોતાના અભિનયની ખાસ છાપ છોડી છે, ત્યારે માત્ર સુશાંત જ નથી, પરંતુ કન્નડ ટીવી અભિનેત્રી સૌજન્યા ( TV actress Soujanya) સહિતના બોલિવૂડમાં આવા ઘણા કલાકારો છે જેમણે આત્મહત્યા કરીને જીવન સમાપ્ત કર્યું છે.
જિયા ખાન
જિયા ખાન બોલિવૂડ ફિલ્મ 'નિશબ્દ' અને 'ગજિની' જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. તેણે 25 વર્ષની ઉંમરે આત્મહત્યા કરી હતી. તેના મૃત્યુ પહેલા, જિયા ખાન અભિનેતા સૂરજ પંચોલીને ડેટ કરવાને લઈને ચર્ચામાં હતી. જીયાએ મરતા પહેલા સુસાઈડ નોટ પણ લખી હતી.
પ્રત્યુષા બેનર્જી
પ્રત્યુષા બેનર્જી નાના પડદાની પ્રખ્યાત અભિનેત્રીઓમાંની એક હતી. પ્રત્યુષાએ બાલિકા વધૂ, હમ હૈ ના અને રક્ત સંબધ જેવી ટીવી સિરિયલોમાં કામ કર્યું હતું. તે મુંબઈમાં તેના ઘરે મૃત હાલતમાં મળી આવી હતી. તેણે પંખામાં લટકીને આત્મહત્યા કરી હતી. જોકે, પ્રત્યુષાને પણ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.
રવિશંકર આલોક
તે બોલીવુડ ફિલ્મ ઉદ્યોગમાં સહાયક, દિગ્દર્શક અને સ્ક્રિપ્ટ રાઈટર હતા. રવિશંકર આલોકે નાના પાટેકરની ફિલ્મ અબ તક છપ્પન માટે પણ કામ કર્યું હતું. તેણે બિલ્ડિંગ પરથી કૂદીને આત્મહત્યા કરી હતી. બીજી બાજુ, રવિશંકરના ભાઈએ કહ્યું કે, તેઓ લાંબા સમયથી કામ ન મળવાને કારણે પરેશાન હતા.
આ પણ વાંચો: