મુંબઈઃ તાજેતરમાં જ સમાચાર આવ્યા હતા કે, સતીષ કૌલ લુધિયાણાના વિવેકાનંદ વૃદ્ધાશ્રમમાં પોતાનું જીવન વ્યતીત કરી રહ્યાં છે. થોડા સમય પહેલા તબિયત નબળી હોવાને કારણે સતીષને લુધિયાણાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. આ અભિનેતાની હાલત આજે એટલી ખરાબ થઈ ગઈ છે કે, તેમની પાસે દવાઓ અને ખાવા-પીવા માટે પણ પૈસા નથી.
એક રિપોર્ટ પ્રમાણે સતીષ કૌલે લુધિયાણામાં એક એક્ટિંગ સ્કૂલ ખોલી હતી, જેમાં તેમણે પોતાની બધી જમા મૂડી લગાવી દીધી હતી. આ એક્ટિંગ સ્કૂલ ચાલી નહોતી અને સતીષના તમામ પૈસા ડૂબી ગયા હતા. સતીષની પત્ની અને બાળકો પણ સતીષને છોડીને અમેરિકા શિફ્ટ થયા હતા અને સતીષની હાલત વધુ કથળી હતી.