ETV Bharat / sitara

B'Day Special: એકતા કપૂર ઉજવી રહી છે પોતાનો 45મો જન્મદિવસ - મનીષ મલ્હોત્રા

‘ટીવી ક્વીન’ એકતા કપૂર આજે 7 જૂને પોતાનો 45 મો જન્મદિવસ ઉજવી રહી છે. આ ખાસ અવસરે કરણ જોહર, સ્મૃતિ ઇરાની, હિના ખાન, દિવ્યાંકા ત્રિપાઠી, મૌની રોય, પાર્થ સમથન સહિત ઘણા સેલિબ્રિટીઝ સોશીયલ મીડિયા દ્વારા તેને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

ટીવી સામ્રાજ્ઞી એકતા કપૂર ઉજવી રહી છે પોતાનો 45 મો જન્મદિવસ

author img

By

Published : Jun 7, 2020, 4:35 PM IST

Updated : Jun 7, 2020, 5:35 PM IST

મુંબઈ: ટીવી સામ્રાજ્ઞી એકતા કપૂર આજે પોતાનો 45 મો જન્મદિવસ ઉજવી રહી છે. ત્યારે સમગ્ર ટીવી જગત અને બોલીવૂડની સેલિબ્રિટીઝ તેને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. ટીવી સ્ટાર્સની સાથે સાથે એકતાનું બોલીવૂડમાં પણ ખાસ કનેક્શન છે.

બાલાજી ટેલીફિલ્મસે એકતા કપૂરના જન્મદિવસ નિમિત્તે ખાસ વીડિયો શેર કર્યો છે. જેમાં ટેલિવૂડની અને ફિલ્મ જગતની તમામ પ્રખ્યાત હસ્તીઓએ તેને બર્થડે વિશ કર્યું છે.

સ્મૃતિ ઇરાનીએ તેની લોકપ્રિય થયેલી સિરિયલ ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ના કલાકારો સાથે મળીને એક વીડિયો બનાવ્યો છે. જેમાં ૨૦ વર્ષ બાદ આ સિરિયલના સ્ટાર્સ ફરીએકવાર સાથે જોવા મળી રહ્યા છે.

આ વીડિયોને લઈને એકતા કપૂરે પણ સ્મૃતિ અને તમામ કલાકારોનો આભાર માન્યો હતો.

મનીષ મલ્હોત્રા એ સોશિયલ મીડિયામાં તેના અને એકતાના ફોટા શેર કર્યા હતા. તો કરણ જોહરે પણ એકતા સાથેનો ફોટો શેર કરી જણાવ્યું કે તે એકતા અને તેની માતા શોભા કપૂર સાથે ડિનર ની રાહ જોઈ રહ્યો છે.

મૌની રોય, દિવ્યાંકા ત્રિપાઠી, અનિતા હસનંદાની, શ્રદ્ધા આર્ય જેવી ટીવી જગતની જાણીતી અભિનેત્રીઓએ પણ એકતાને વિશ કર્યું હતું.

Last Updated : Jun 7, 2020, 5:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.