મુંબઇ: અભિનેત્રી યામી ગૌતમે કહ્યું કે, તે વિવિધ ભૂમિકાઓ ભજવીને ચાહકોનું સરપ્રાઈઝ રાખવાનું પસંદ કરશે. ફિલ્મ ઉદ્યોગમાં આઠ વર્ષ પૂરા કરનાર યામી વધુ વાર્તાઓ અને શૈલીઓમાં કામ કરવા આતુર છે અને બમણા જુસ્સાથી વધુ સારું કામ કરવા માગે છે.
યામીએ 2012માં ફિલ્મ વિકી ડોનરથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. બાદમાં તેણે 'બદલાપુર', 'સનમ રે', 'કાબિલ', 'સરકાર 3', 'ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક' અને 'બાલા' જેવી ફિલ્મોમાં અભિનય કર્યો હતો.
યામીને લાગે છે કે, આ વર્ષોની આ યાત્રાએ તેને મેળવ્યું છે. ઈન્ડસ્ટ્રીમાં મારી મુસાફરી વિશે ટૂંકમાં કહેવું હોય તો, હું દરેકનો આભાર માનું છું. જેમાં મારી પ્રતિભા પર વિશ્વાસ કરનારા ફિલ્મ નિર્માતાઓ અને કેટલાક ખાસ લોકો સામેલ છે.
જીવનમાં એવો તબક્કો સામે આવ્યો જેમાં મે મહેનત કરી છતાં નિષ્ફળ ગઈ હતી. આ સમયે મને પહેલા કરતા વધુ મજબૂત કરી છે. આવા અનેક ઉતાર-ચઢાવે મારા ઘડતરને નવો ઘાટ આપ્યો છે.
યામીએ કહ્યું હતું કે, "મુસાફરી હજુ બાકી છે અને તે એક અભિનેત્રી તરીકે હજુ ઘણું બધુ શીખવા માગે છે. હજુ ઘણી એવી વાર્તાઓ અને શૈલીઓ જાણવાનું બાકી છે. ઘણા ફિલ્મ નિર્માતાઓ અને લેખકો છે જેમની સાથે હું કામ કરવા માંગુ છું.
'બાલા' જેવી ફિલ્મનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું હતું કે, તેમણે આવી ઘણી ભૂમિકાઓ ભજવવાની છે. જેનાથી તેના ચાહકોને આશ્ચર્ય થાય.
આગળ વાત કરતાં યામી કહ્યું કે, "હું કોઈ ચોક્કસ ભૂમિકામાં બંધાવા નથી માગતી. વિવિધ પ્રકારનો અભિનય આપી દર્શકોને મનોરંજન આપવા માગું છું."