- કિયારા અડવાણી જેવી જ દેખાતી છોકરી મચાવી રહી છે ધુમ
- કિયારા જેવી દેખાતી એશ્વર્યાને ફોલોઅર્સ ખુબ જ પસંદ કરી રહ્યા છે
- ઇન્સ્ટાગ્રામ પર રિલેસ બનાવીને ચાહકોને ખુશ કરી રહી છે
ન્યૂઝ ડેસ્ક : ઇન્સ્ટાગ્રામ એક એવી જગ્યા છે કે, જ્યાં તમને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના ચહેરાઓ જેવા જ ચેહરાઓ જોવા મળશે, ત્યારે હાલ પ્રખ્યાત થયેલી અભિનેત્રી કિયારા અડવાણી જેવી જ દેખાતી એક છોકરી જેને જોઈને તમે પણ ચોંકી જશો અને કહેશો કે આ તો ખરેખર કિયારા જ છે. તેમણે એક વીડિયો પણ શેર કર્યો છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
કિયારાની હમશકલનો વીડિયો વાયરલ થયો
કિયારા અડવાણીના ચાહકોએ તેના જેવી જ દેખાતી એક છોકરીને શોધી છે. આ છોકરીનું નામ ડો એશ્વર્યા છે, જે સોશિયલ મીડિયા પર રાતોરાત પ્રખ્યાત થઈ ગઈ છે. તે વ્યવસાયે દાંતની ડોક્ટર છે. ચાહકોનું કહેવું છે કે, ડો. એશ્વર્યા અભિનેત્રી કિયારા અડવાણી જેવી લાગે છે. એશ્વર્યાએ ઇન્સ્ટાગ્રામ પર એક રીલ શેર કરી છે, જેમાં તે ચાહકોને પૂછતી જોવા મળે છે કે શું તે ખરેખર કિયારા અડવાણી જેવી લાગે છે ? આ દરમિયાન એશ્વર્યા ફિલ્ટરનો ઉપયોગ કરતી જોવા મળે છે, જેના પર કિયારા અડવાણીનું નામ આવે છે. વીડિયો શેર કરતાં એશ્વર્યાએ કેપ્શનમાં લખ્યું, "ઘણી બધી પ્રશંસાઓ અને ઘણી બધી ટિપ્પણીઓ અને સીધા સંદેશાઓ પછી, હું કિયારા અડવાણી જેવી દેખાઉં છું, આ ફિલ્ટર પણ આવું કહી રહ્યું છે."
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
વીડિયો પર લગભગ 4 લાખ લાઈક્સ
આ વીડિયો પર લગભગ 4 લાખ લાઈક્સ આવી છે. વાયરલ વીડિયો પર પ્રતિક્રિયા આપતા, એક ચાહકે લખ્યું કે, "તમે એકદમ સાચા છો. તમે ખરેખર કિયારા અડવાણી જેવા દેખાઓ છો." આ પહેલા પણ ડો એશ્વર્યાએ કિયારા અડવાણીનો 'શેર શાહ' લૂક લઈને એક વીડિયો બનાવ્યો હતો, જેના કેપ્શનમાં લખ્યું હતું કે, "તેરી મેરી ગલ્લાં હો ગયે મશહૂર, કર ના કભી તું મુઝે નજરો સે દૂર, કિથે ચલી એ તુ કિથે ચલી એ તુ કિથે ચલી એ કિથે ચલી એ".