ઝોયાની પોતાની લાઈફમાં નસીબ તેને ક્યાંય સાથ આપતા નથી. આ ફિલ્મમાં સંજય કપૂર ઝોયાના પિતાના રોલમાં જોવા મળશે. ફિલ્મની વાર્તા ઝોયા સોલંકી નામની છોકરીના સંઘર્ષની છે. ફિલ્મની સ્ટોરી લેખિકા અનુજા ચૌહાણની એક ફિક્શન પર આધારિત છે. આ એક રાજપૂત છોકરીની વાત છે જેનું નામ ઝોયા છે.
સોનમ કપૂરની મચ અવેઇટેડ ફિલ્મ ધ જોયા ફેક્ટરનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મમાં સોનમના અપોઝિટ સાઉથના સુપરસ્ટાર દિલકર સલમાન છે. ફિલ્મની કહાની ક્રિકેટની આસપાસ ફરે છે. જેમાં પોતાની લાઇફમાં પોતાની અનલકી માનતી સોનમ ક્રિકેટની દુનિયામાં લકી ચાર્મ બની જાય છે. ફિલ્મ 20 સપ્ટેમ્બરે રિલીઝ થશે, જેને અભિષેક શર્માએ ડાયરેક્ટ કરી છે.